Budget 2019 જો બજેટમાં થઇ આ મોટી જાહેરાતો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા કલાકો બાદ (Budget 2019) રજૂ કરશે. આ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવનાર પ્રથમ બજેટ હશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હોવાની લોકોને પણ આ વખતે ઘણી આશાઓ છે. લોકોને આશાઓ છે કે સરકાર દ્વારા કેટલીક એવી જાહેરાતો કરવામાં આવશે જે સીધી તેમની રોજિંદા જીંદગી પર અસર કરશે. આવો વાંચીએ એવી 5 જાહેરાતો, જેની બધા વર્ગના લોકો રાહ જુએ છે. 
Budget 2019 જો બજેટમાં થઇ આ મોટી જાહેરાતો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા કલાકો બાદ (Budget 2019) રજૂ કરશે. આ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવનાર પ્રથમ બજેટ હશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ હોવાની લોકોને પણ આ વખતે ઘણી આશાઓ છે. લોકોને આશાઓ છે કે સરકાર દ્વારા કેટલીક એવી જાહેરાતો કરવામાં આવશે જે સીધી તેમની રોજિંદા જીંદગી પર અસર કરશે. આવો વાંચીએ એવી 5 જાહેરાતો, જેની બધા વર્ગના લોકો રાહ જુએ છે. 

વધી શકે છે ટેક્સ સ્લેબ
નાણા મંત્રાલ્યના સૂત્રોના અનુસાર સરકાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ઇનકમ ટેક્સ અધિનિયમની સેક્શન 80C ના રોકાણ પર છૂટ સીમાને વધારી શકે છે. અત્યાર સુધી 80C હેઠળ 1 લાખ 50 હજાર રૂપિયાના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેને વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. તેનાથી ટેક્સપેયર્સની પાસે વધુ ટેક્સ બચાવવાનો વિકલ્પ ખુલી શકે છે. આ ઉપરાંત બીજા ઘણા પ્રકારની છૂટ આપવા પર વિચાર કરી રહ્યા છે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યજ મુક્ત લોન
આ વખતે બજેટમા6 ખેડૂતને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા મેનિફેસ્ટોમાં ખેડૂતોને વ્યાજ મુક્ત લોન આપવાનો વાયદો કર્યો હતો. એવામાં સરકાર દ્વારા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પર 1 રૂપિયા સુધીની લોન 5 વર્ષ માટે વ્યાજ મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ કરવામાં આવે છે તો મોદી સરકારના તે વાયદાને પણ મજબૂતી મળશે જેમાં ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાની વાત કહેવામાં આવી છે. 

બિઝનેસમેનોને મળી શકે છે ભેટ
મોદી સરકારે લોકસભાની ચૂંટણી દરમિયાન બિઝનેસમેનોને ગેરેન્ટી વિના લોન આપવાનો વાયદો કર્યો હતો. સરકારે મહિલાઓને 50 ટકા અને પુરૂષોને 25 ટકા લોનની ગેરન્ટી આપી હતી. સામાન્ય બજેટમાં જો આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે તો સરકારની મુદ્વા સ્કીમને તેનાથી ખૂબ મદદ મળશે. જો સરકારા દ્વારા એમ કહેવામાં આવે છે કે તો દેશના કરોડો નાના બિઝનેસમેનોને તેનાથી મોટી મદદ મળશે. આ ઉપરાંત વેપારીઓ માટે 10 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમાની જાહેરાત કરવામાં આવી શકે છે. 

કામ કરતી મહિલાઓને આશા
સૂત્રોના અનુસાર નિર્મલા સીતારમણ પહેલાં પૂર્ણ બજેટમાં કામ કરતી મહિલાઓને સરકાર દ્વારા ભેટ મળી શકે છે. નાણામંત્રી દ્વારા બાળકોના ઉછેર પર આવનાર ખર્ચ પર ટેક્સમાં રાહતની જોગવાઇ કરવામાં આવી શકે છે. એ પણ આશા છે કે સરકાર ક્રેચ પર થનાર ખર્ચમાં ટેક્સ છૂટની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત સરકાર મહિલાઓને એજ્યુકેશન લોન પર લાગનાર વ્યાજ દરોમાં પણ છૂટની જાહેરાત કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળનાર રાહતને 1.5 લાખથી વધીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.  

યુવાનોને બજેટથી આશાઓ
દરેક વખતની માફક આ વખતે બજેટ પાસેથી યુવાનોને ઘણી આશાઓ છે. યુવા વર્ગ માટે સરકાર દ્વારા શિક્ષા અને રોજગાર સાથે જોડાયેલી મોટી જાહેરાત કરી શકે છે. સરકાર દ્વારા એજ્યુકેશન લોનની પ્રક્રિયા અને વ્યાજ દરને લઇને મોટી જાહેરાત કરી શકે છે. બેરોજગારીની સમસ્યાથી રાહત આપવા માટે પણ યુવાનોને સરકાર દ્વારા કોઇ નક્કર પગલાં ભરવાની આશા છે. યુવાનોને આશા છે કે સરકારને સ્કિલ ડેવલોપમેંટ અને રોજગારની ગેરન્ટી પર ફોકસ કરવું જોઇએ. 

IT ઉદ્યોગની અપેક્ષાઓ
સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે " હાલના સંજોગોમાં ભારતીય આઈ.ટી કંપનીઓને  વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધા કરવા પ્રોત્સાહન આપવા માટે સરકારે IT ઉદ્યોગની વર્તમાન નીતિમાં વધારે લાભો અને છુટછાટ આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. અમે આઇઓટી ( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ) અને રોબોટિક્સ અંગેની જાહેરાતની પણ અપેક્ષા રાખીએ છીએ કારણ કે તે આઇટી ઉદ્યોગનો આગામી યુગ હશે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news