પાકિસ્તાનમાં સત્તા પર આવતાની સાથે જ ઈમરાન ખાનની સરકારે લીધુ મોટું પગલું

પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધઆન ઈમરાન ખાને સરકારી મીડિયા પર લાગેલા પ્રતિબંધોને પાછા ખેંચી લીધા છે. તેમણે પાકિસ્તાન ટીવી અને રેડિયો પર લાગેલી સેન્સરશીપ ખતમ કરી દીધી છે. 

પાકિસ્તાનમાં સત્તા પર આવતાની સાથે જ ઈમરાન ખાનની સરકારે લીધુ મોટું પગલું

નવી દિલ્હી: પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધઆન ઈમરાન ખાને સરકારી મીડિયા પર લાગેલા પ્રતિબંધોને પાછા ખેંચી લીધા છે. તેમણે પાકિસ્તાન ટીવી અને રેડિયો પર લાગેલી સેન્સરશીપ ખતમ કરી દીધી છે. પાકિસ્તાનના નવા સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર પર જાણકારી શેર કરતા કહ્યું કે તેમની સરકારે સરકારી મીડિયાને પૂર્ણ સંપાદીકીય સ્વતંત્રતા આપી છે. ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે ઈમરાન ખાનના વચન મુજબ પીટીવી પર લાગેલી રાજકીય સેન્સરશીપ ખતમ કરવામાં આવી છે. પીટીવી અને રેડિયો પાકિસ્તાનને પૂર્ણ સંપાદકીય સ્વતંત્રતા આપવા સંબંધી નિર્દેશ જારી કરવામાં આવ્યાં છે. 

આગામી 3 મહિનામાં હજુ વધુ થશે ફેરફારો
ચૌધરીએ એમ પણ કહ્યું કે આગામી 3 મહિનામાં સૂચના વિભાગમાં ઝડપથી ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે ઈમરાન ખાનની સરકાર અને તેમની પાર્ટી પીટીઆઈ, રેડિયો પાકિસ્તાન અને પીટીવીની ખાનગી સંપત્તિની જેમ ઉપયોગ કરશે નહીં. પાકિસ્તાની મીડિયા મુજબ સરકાર તેમનો ઉપયોગ પાકિસ્તાનની છબી સુધારવા માટે કરશે. 

ઈમરાન ખાને કર્યા છે મોટા ફેરફારના વાયદા
ઈમરાન ખાનની પાર્ટી ગત મહિને 25 જૂલાઈના રોજ જ પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી હતી. 17 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા હતાં. ઈમરાન ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન વચનો આપ્યા હતાં કે તેઓ અનેક મોટા ફેરફાર લાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news