હોકીમાં ભારતે હોંગકોંગને 26-0થી આપ્યો પરાજય, 86 વર્ષમાં સૌથી મોટી જીત

આ ભારતની એશિયાડમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
 

હોકીમાં ભારતે હોંગકોંગને 26-0થી આપ્યો પરાજય, 86 વર્ષમાં સૌથી મોટી જીત

જકાર્તાઃ એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. બુધવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 26-0ની અંતરથી સજ્જડ પરાજય આપ્યો છે. આ સાથે ભારતે પોતાની છેલ્લી સૌથી મોટી જીતનો આંકડો 17-0ને પણ તોડી દીધો. આ મેચમાં ભારતે શરૂઆતથી આક્રમક રમત રમી હતી. મહત્વનું છે કે આ પહેલા ટીમે 18મી એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનનો જોરદાર પ્રારંભ કર્યો હતો. 

પ્રથમ મેચમાં ભારતીય ટીમે યજમાન ઈન્ડોનેશિયાને 17-0થી રગદોળ્યું હતું. આ ભારતની એશિયાડમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. મેચમાં ભારતના 9 ખેલાડીઓએ ગોલ કર્યા હતા. ભારતીય હોકી ટીમના ઈતિહાસમાં 86 વર્ષ બાદ આ તક આવી છે જ્યારે તેણે આટલી મોટી જીત મેળવી છે.  

— Hockey India (@TheHockeyIndia) August 22, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news