કરતારપુર કોરિડોર ખૂલવાને ગણતરીના કલાકો બાકી, ત્યાં પાકિસ્તાને શીખ શ્રદ્ધાળુઓ સામે મૂકી શરત
Trending Photos
ઈસ્લામાબાદ :આઈએસપીઆર પ્રમુખ મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના માધ્યમથી પાકિસ્તાનના પંજાબ પ્રાંત સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં જનારા ભારતીયો શીખ તીર્થ યાત્રીઓ પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) 1 નવેમ્બરના રોજ ટ્વિટર પર કરતારપુર કોરિડોર કામગીરી પૂરી થવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે આવનારા લોકોને પોતાની સાથે ઓળખ પત્ર તરીકે પોસપોર્સ લાવવા અને પૂર્વ રજિસ્ટ્રેશનમાં છૂટ આપવાની વાત કરી હતી.
For Sikhs coming for pilgrimage to Kartarpur from India, I have waived off 2 requirements: i) they wont need a passport - just a valid ID; ii) they no longer have to register 10 days in advance. Also, no fee will be charged on day of inauguration & on Guruji's 550th birthday
— Imran Khan (@ImranKhanPTI) November 1, 2019
તમને જણાવી દઈએ કે, શીખ ધર્મના સંસ્થાપક બાબા ગુરુનાનક દેવની 550મી જન્મજયંતી પહેલા શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવશે. ધ ડોન સમાચારે બુધવારે સેનાના મીડિયા વિંગના ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)ના ડિરેક્ટર ગફૂરના નિવેદનના હવાલાથી કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા પાસપોર્ટ આધારિત ઓળખ દ્વારા કરાશે. સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં નહિ આવે.
Pakistan media: Military spokesman Major General Asif Ghafoor has said that Indian Sikh pilgrims would require a passport to use #KartarpurCorridor pic.twitter.com/XCTdwNwcxM
— ANI (@ANI) November 7, 2019
મૂળ રૂપથી ગુરુદ્વારા દરબાર સાહિબના નામથી લોકપ્રિય કરતારપુર કોરિડોરના માધ્યમથી ભારતીય શીખ શ્રદ્ધાળુ વગર વીઝાએ ત્યાં જઈ શકે છે. ગુરુદ્વારા દરબાર સાહિબ શીખોનું પવિત્ર ધર્મસ્થળ છે. જ્યાં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવે પોતાની જિંદગીના અંતિમ 18 વર્ષ વિતાવ્યા હતા અને ત્યાં જ પોતાના પ્રાણોનો ત્યાગ્યા હતા.
આ વર્ષે 12 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની 550મી જયંતીને યાદગાર બનાવવાને લઈને આ કોરિડોરની સ્થાપના કરવામાં આવી છે. તો પાકિસ્તાને સરકારે ભારતીય તીર્થ યાત્રીઓને ગુરુનાનક દેવની જયંતીના અવસર પર કોરિડોરમાં પ્રવેશ કરવા માટે 20 ડોલરના પ્રવેશ ફીમાંથી પણ રાહત આપી છે. પાકિસ્તાનનું માનવુ છે કે, તેને કરતારપુરના મુસાફરો પાસેથી વાર્ષિક 3 કરોડ 65 લાખ ડોલરની આવક થશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે