કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક શરમજનક કૂટનીતિક હાર, UNHRCમાં જરૂરી સમર્થન જ ન મળ્યું

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન (Pakistan)ની વધુ એક કૂટનીતિક હાર થઈ છે. યુરોપીયન યુનિયન તરફથી ફટકાર લગાવાયા બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનનો સાથ આપવાની ના પાડી દીધી છે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક શરમજનક કૂટનીતિક હાર, UNHRCમાં જરૂરી સમર્થન જ ન મળ્યું

જીનેવા: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન (Pakistan)ની વધુ એક કૂટનીતિક હાર થઈ છે. યુરોપીયન યુનિયન તરફથી ફટકાર લગાવાયા બાદ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનનો સાથ આપવાની ના પાડી દીધી છે. UNHRCમાં પાકિસ્તાન (Pakistan) જમ્મુ અને કાશ્મીર મુદ્દે સંકલ્પ રજુ કરવા માંગતું હતું પરંતુ તે તેના માટે જરૂરી સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયું. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. 

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ નિર્ધારીત સમય મર્યાદાની અંદર પાકિસ્તાન જરૂરી સભ્યોનું સમર્થન પત્ર UNHRCને સોંપી શક્યો નહીં. UNHRCના મોટાભાગના સભ્ય દેશોએ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મુદ્દે સંકલ્પ રજુ કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવનું સમર્થન કરવાની ના પાડી દીધી. જેના કારણે પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી  ફરી ગયું છે. 

ન્યૂઝ એજન્સીના જણાવ્યાં મુજબ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતના પ્રથમ સચિવ કુમમ મિની દેવીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતની સંપ્રભુતા અને આંતરિક મામલો છે. પાકિસ્તાન ખોટી દાનતથી સરહદની ખોટી વ્યાખ્યા કરવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)માં અન્યાય બધી મર્યાદા તોડી રહ્યો છે. અટકાયતમાં લઈને રેપ, હત્યા જેવી વારદાતોને અંજામ આપવામાં આવી રહ્યો છે. એક્ટિવિસ્ટ અને પત્રકારોના માનવાધિકારોનો ભંગ ત્યાં સામાન્ય વાત છે. 

જુઓ LIVE TV

મુસ્લિમ દેશોએ પણ નથી આપ્યું સમર્થન
સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ગુરુવારે મોડી રાત સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયનું પૂરતું સમર્થન મળ્યું નથી. પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સમુદાય પાસે કાશ્મીર મુદ્દે સમર્થન માટેની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. આ બાજુ તેને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)નું પણ સમર્થન મળી શક્યું નથી. ભારતના કૂટનીતિક પ્રયાસોની સફળતા અહીં સ્પષટપણે જોઈ શકાય છે. 

યુરોપીયન યુનિયને પણ પાકિસ્તાનને ફટકાર લગાવી
 અત્રે જણાવવાનું કે બુધવારે 18 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીર પર યુરોપિયન યુનિયને પાકિસ્તાનને ખુબ જ ફટકાર લગાવી. પોલેન્ડે આકરા તેવર અપનાવતા કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા પરંતુ પાકિસ્તાનમાંથી આવે છે. પોલેન્ડે આ વાત ઈયુની સંસદમાં કહી. આ બાજુ ઈટલીએ કહ્યું કે પાકિસ્તાની આતંકીઓ યુરોપમાં હુમલાની યોજના ઘડી રહ્યાં છે. ફ્રાન્સના સ્ટ્રોસબર્ગમાં યુરોપીય સંઘની સંસદે બુધવારે ગત 11 વર્ષોમાં પહેલીવાર કાશ્મીર પર ચર્ચા કરી અને ભારતને પોતાનું સમર્થન જાહેર કર્યું. અહીં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે વાતચીત થઈ. આ અગાઉ 2008માં અહીં કાશ્મીર મુદ્દો ઉઠ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news