Pakistan Bus Fire: પાકિસ્તાનમાં પિકઅપ વાન સાથે ટકકર બાદ બસમાં ભીષણ આગ, અનેક લોકો જીવતા ભૂંજાયા

Pakistab bus fire death toll: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી આ બસમાં દુર્ઘટના ઘટી તે સમયે 40થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાગ્રસ્ત બસની તસવીર પણ સામેલ આવી છે જેમાંથી આગના ગોટેગોટા બહાર નીકળી રહ્યા છે.

Pakistan Bus Fire: પાકિસ્તાનમાં પિકઅપ વાન સાથે ટકકર બાદ બસમાં ભીષણ આગ, અનેક લોકો જીવતા ભૂંજાયા

Pakistab bus fire death toll: પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના ઘટી છે. પંજાબ પ્રાંતમાં થયેલા આ અકસ્માતમાં કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી એક બસની પિકઅપ વાન સાથે ટક્કર થઈ જતા આગ લાગી જેમાં 16થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી આ બસમાં દુર્ઘટના ઘટી તે સમયે 40થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. દુર્ઘટનાગ્રસ્ત બસની તસવીર પણ સામેલ આવી છે જેમાંથી આગના ગોટેગોટા બહાર નીકળી રહ્યા છે. આ અક્સમાતમાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. 

પોલીસનું નિવેદન
પોલીસના જણાવ્યાં મુજબ જે બસમાં આગ લાગી તે રાજધાની ઈસ્લામાબાદથી કરાચીના રસ્તે હતી. રાહત અને બચાવકાર્ય અભિયાનમાં લાગેલી ટીમના જણાવ્યાં મુજબ આ દર્દનાક અકસ્માત એ સમયે થયો જ્યારે બસ પિંડી ભટ્ટિયા પાસે પહોંચી અને અહીં બસ આગની જવાળામાં લપેટાઈ ગઈ. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની પળોમાં આખી બસ કબાડમાં ફેરવાઈ ગઈ. 

— IANS (@ians_india) August 20, 2023

પોલીસના જણાવ્યાં મુજબ બસ પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેની ટક્કર પિકઅપ વાન સાથે થઈ. આ વેનમાં વધુ પ્રમાણમાં ડીઝલ ભરેલું હતું. જેના કારણે ટક્કર થતા જ પળભરમાં બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે અનેક લોકોના મોત થઈ ગયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news