7 વર્ષનો સાથ : આભાર ગુજરાત...ગુજરાતની લોકપ્રિય ચેનલ ZEE 24 કલાકે પૂર્ણ કર્યા સફળતાનાં 6 વર્ષ

ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકે 6 વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં કર્યો મંગળ પ્રવેશ,,, અમે સાંભળીશું હંમેશાં તમારી વાત,,, એટલે જ જોડાયેલા રહો ZEE 24 કલાકને સાથ,,,

7 વર્ષનો સાથ : આભાર ગુજરાત...ગુજરાતની લોકપ્રિય ચેનલ ZEE 24 કલાકે પૂર્ણ કર્યા સફળતાનાં 6 વર્ષ

Gujarat : વર્ષ 2017માં 20મી ઑગસ્ટના રોજ ‘અમે સાંભળીએ તમારી વાત...’ના ટેગ સાથે શરૂ થયેલી ZEE 24 કલાકની સફર આપ સૌ દર્શકોના પ્રેમથી હવે સફળ બની ચૂકી છે. ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાકે 6 વર્ષ પૂર્ણ કરીને આજે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. અમે સાંભળીએ તમારી વાત- આ ધ્યેય સૂત્ર સાથે નિરંતર 6 વર્ષથી ZEE 24 કલાક ગુજરાતની જનતાનો અવાજ બનીને કામ કરી રહી છે. ZEE 24 કલાક જનતાના ભરોસા પર હંમેશાં ખરી ઉતરી છે. સૌથી અગ્રેસર રહીને ZEE 24 કલાકે હંમેશાં તમારા સુધી સટિક અને ઝડપી સમાચાર પહોંચાડ્યા છે. ખેડૂતો હોય, પશુપાલકો હોય, વેપારીઓ હોય, નોકરિયાત વર્ગ હોય કે ગામડાના દર્શકો, કે પછી શહેરોની વાત, ZEE 24 કલાક સાથે હંમેશાં આપ જોડાયેલા રહ્યા છો. તમારો આ પ્રેમ અને ભરોસો જાળવી રાખવા માટે અમે નિરંતર મહેનત કરીશું અને તમારી વાત સાંભળતા રહીશું. ZEE 24 કલાક તમારો અવાજ બનતું રહેશે અને તમારી સમસ્યાનું સમાધાન લાવવા માટે કામ કરતું રહેશે.

ZEE 24 કલાકના સફળતાને ગુજરાતની અનેક હસ્તીઓએ પણ બિરદાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે કહ્યું કે, ગુજરાતી ન્યૂઝ ચેનલ 6 વર્ષ પૂરા કરીને સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે. સફળતાના આ 6 વર્ષ એટલે જનતાની વાત સરકાર સુધી અને સરકારની વાત જનતા સુધી એક સબળ માધ્યમ બની. લોકો અને સરકાર વચ્ચેનો સેતુ બનવાનું કામ કર્યુ. લોકશાહીના સ્તંભ સમા મીડિયા જગતમાં આ કામ ખૂબ સારી રીતે અને સબળ રીતે પૂરવાર થાય તેવી મારા તરફથી શુભેચ્છા. 

 

"અમે સાંભળીશું હંમેશાં તમારી વાત" એટલે જ જોડાયેલા રહો ZEE 24 કલાકને સાથ... #zee24kalak #Gujarat #ThankyouGujarat pic.twitter.com/s0aQTDa949

— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2023

 

જામનગરના સાંસદ પૂનમ માડમે શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે, ઝી 24 કલાકની ટીમને હુ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું. ઝી 24 કલાકે ખૂબ ટૂંકા સમયમાં દરેક પરિવાર, ને દરેક ઘરમાં પરિવારના સદસ્ય જેવુ સ્થાન મેળવ્યું છે. સચોટ ન્યૂઝ પહોંચાડ્યા છે. સાથે જ જાગૃતતા લાવવાની દિશામાં પણ કામ કર્યુ છે. જે રીતે ચેનલ નાગરિકો સાથે જોડાયેલું પારિવારિક નામ બની ગયું છે. અમૃત કાળમાં ભારત મજબૂતીથી આગળ વધતુ હોય ત્યારે ઝી 24 કલાક આગળ વધતુ રહે, વધુ સારુ યોગદાન આપે તેવી શુભેચ્છા. 

આ સાથે જ અનેક હસ્તીઓએ ચેનલની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે. જેમાં અભિનેતા મયૂર વાકાણી, અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, સાંસદ રામ મોકરિયા, સુરત પોલીસ કમિશનર અજય તોમર, ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામંત્રી ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકે પણ શુભેચ્છાઓ પાઠવી. 

ગુજરાતના સમાચાર હોય, દેશના સમાચાર હોય કે દુનિયાના, વાત ખેડૂતોની હોય, વેપારીઓની હોય કે વિદ્યાર્થીઓ અને વાલીઓની, ગુજરાતના તમામે તમામ વર્ગ સુધી તમામ સમાચારો સાથે પહોંચવાનો અમારો આ પ્રયાસ નિરંતર ચાલતો રહેશે. ગૃહિણીઓ, શિક્ષકો, કર્મચારીઓ, અધિકારીઓ, જન પ્રતિનિધિઓ- દરેકની વાત અમે સાંભળી છે અને સાંભળતા રહીશું. સૌથી ઝડપી, સચોટ અને સંપૂર્ણ માહિતી સાથેના સમાચારો આપના સુધી અમે પહોંચાડતા રહીશું. આપ સૌ દર્શકોના ભરોસાથી જ ZEE 24 કલાક ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news