Nobel Prize for Physics 2020: રોજર પેનરોઝ, હેનહાર્ડ ગેન્જેલ અને એન્ડ્રિયા ગેઝને ફિઝિક્સનો નોબલ પુરસ્કાર


 વર્ષ 2020 માટે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નો નોબલ પુરસ્કાર (Nobel Prize for Physics 2020) Roger Penrose, Reinhard Genzel અને Andrea Ghez ને સાથે સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. 

 Nobel Prize for Physics 2020: રોજર પેનરોઝ, હેનહાર્ડ ગેન્જેલ અને એન્ડ્રિયા ગેઝને ફિઝિક્સનો નોબલ પુરસ્કાર

સ્ટોકહોમઃ વર્ષ 2020 માટે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર)નો નોબલ પુરસ્કાર (Nobel Prize for Physics 2020) Roger Penrose, Reinhard Genzel અને Andrea Ghez ને સાથે સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. ફિઝિક્સના નોબલથી ઈતિહાસમાં સૌથી નાના પાર્ટિકલ્સથી લઈને અંતરિક્ષના રહસ્યો સુધીની શોધ માટે વૈજ્ઞાનિકોને નવાઝવામાં આવ્યા છે. 

રોજર પેનરોઝે તે જણાવ્યુ હતુ કે બ્લેક હોલ ફોર્મેશનથી જનરલ થિયરી ઓફ રિલેટિવિટીને પ્રિડિક્ટ કરી શકાય છે. તો રેનહાર્ટ અને એન્ડ્રિયાએ આપણી ગેલેક્સીના કેન્દ્રમાં રહેલ વિશાળ દ્રવ્યમાન (supermassive)ના કોમ્પેક્ટ ઓબ્જેક્ટની શોધ કરી હતી. રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાઇન્સના સેક્રેટરી જનરલ હોરાન હેનસને પુરસ્કારની જાહેરાત કરી છે. આ પુરસ્કારમાં ગોલ્ડ મેડલની સાથે 11 લાખ ડોલરથી વધુની કેશ પ્રાઇઝ મળે છે. સ્વીડિશ ઇન્વેન્ટર અલ્ફ્રેડ નોબેલના નામ પર આ પુરસ્કાર આપવામાં આવે છે. 

પાછલા વર્ષે કોને મળ્યો હતો
પાછલા વર્ષનો પુરસ્કાર કેનેડામાં જન્મેલા કોસ્મોલોજિસ્ટ જેમ્સ પીબલ્સને બિગ બૈંગ બાદના સમય પર થિઅરટિકલ કામ માટે આપવામાં આવ્યો હતો. તેમની સાથે સ્વિસ એસ્ટ્રોનોમર મિચેલ મેયર અને ડીડિયર કેએલોઝને આપણી સોલાર સિસ્ટમની બહારના ગ્રહની શોધ માટે આપવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોના વાયરસને કારણે વધુ લોકો સમારોહમાં સામેલ થઈ શક્યા નથી. 

— The Nobel Prize (@NobelPrize) October 6, 2020

મેડિસિનનું નોબેલ
આ પહેલા સોમવારે મેડિસિન ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનો નોબલ પુરસ્કાર હાર્વે અલ્ટર (Harvey Alter), માઇકલ હોફટન (Michael Houghton) અને ચાર્લ્સ રાઇસ ( Charles Rice)ને આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોને હેપટાઇટિસ સી વાયરસની શોધ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. અલ્ટર અને ચાર્લ્સ અમેરિકાથી છે તો માઇકલ હોફટન બ્રિટનના નિવાસી છે. 

ટ્રમ્પ પણ છે રેસમાં
નોબલ પુરસ્કાર આપનારી સંસ્થા પ્રમાણે આ સપ્તાહે કેમેસ્ટ્રી, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રના નોબલ પુરસ્કારોની જાહેરાતો થશે. તો અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારોની જાહેરાત આગામી સોમવારે થશે. મહત્વનું છે કે આ વખતે શાંતિના નોબલ પુરસ્કારોની રેસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે શાંતિ ડીલ કરાવવા માટે નોમિનેટ કરાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news