બ્રિટન ઝૂક્યું, Covishield લીધેલા ભારતીયોને 11 ઓક્ટોબરથી રહેવું નહી પડે Quarantine
કોરોના વેક્સીનની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી આગળ આખરે બ્રિટનને ઝુકવું પડ્યું છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે આજે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝ લઇ ચૂકેલા તમામ ભારતીય યાત્રીઓને 11 ઓક્ટોબરથી તેમના દેશમાં ક્વોરોન્ટાઇન (Quarantine) રહેવું નહી પડે.
Trending Photos
બ્રિટન: કોરોના વેક્સીનની માન્યતાને લઇને ભારતની જવાબી કાર્યવાહી આગળ આખરે બ્રિટનને ઝુકવું પડ્યું છે. ભારતમાં બ્રિટનના રાજદૂત એલેક્સ એલિસે આજે કહ્યું કે ભારતમાં કોવિશીલ્ડના બંને ડોઝ લઇ ચૂકેલા તમામ ભારતીય યાત્રીઓને 11 ઓક્ટોબરથી તેમના દેશમાં ક્વોરોન્ટાઇન (Quarantine) રહેવું નહી પડે.
#WATCH | No quarantine for Indian travellers to UK fully vaccinated with Covishield or another UK-approved vaccine from October 11: Alex Ellis, British High Commissioner to India pic.twitter.com/jShYtECRf2
— ANI (@ANI) October 7, 2021
બ્રિટને ડબ્લ્યૂએચઓ દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતની કોવિશીલ્ડને અત્યાર સુધી માન્યતા આપી નથી. તેના લીધે ભારતીય વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીયોને બ્રિટન પહોંચતાં કોરન્ટાઇન રહેવું પડતું હતું. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકો માટે ક્વોરોન્ટાઇન (Quarantine) જરૂરી કરી દીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે