સાંસદે એવા હાવભાવ સાથે અને ગરજતા આપ્યું ભાષણ...આખી સંસદ હચમચી ગઈ, જુઓ Video
Viral Video: ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્ક હાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાંસ હાકા પરફોર્મ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો.
Trending Photos
ન્યૂઝીલેન્ડના અત્યાર સુધીના સૌથી યુવા સાંસદ હાના રહિતી માઈપે-ક્લાર્ક હાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાંસ હાકા પરફોર્મ કરીને પોતાનો મુદ્દો ઉઠાવ્યો. અત્રે જણાવવાનું કે હાકા એક યુદ્ધગીત હોય છે જેને પૂરી તાકાત અને હાવભાવથી પ્રસ્તુત કરાય છે.
ડરામણા હાવભાવ
તેમણે તમામ તામારિકી માઓરીને સમર્પિત એક શક્તિશાળી ભાષણ આપતા આ પરંપરાગત 'વોર ક્રાઈ'નું પ્રદર્શન કર્યું. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેમને અનુસર્યા પણ ખરા. જે લોકો હાકાને સારી રીતે સમજતા નથી તેઓ તેમના ચહેરાના હાવભાવથી તેને સરળતાથી સમજી શકે છે તેઓ પોતાના ભાષણ દ્વારા ગરજી રહ્યા છે. વીડિયોમાં તેમના હાવભાવ જોવામાં ડરામણા પણ લાગે.
New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
આ વીડિયો તેમના ગત મહિને અપાયેલા એક ભાષણનો હિસ્સો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો થોડા સમય પહેલા જ પોસ્ટ કરાયો હતો. અને ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ ક્લિપને અલગ અલગ જગ્યાએ લાખો લોકોએ જોઈ છે. તેની સંખ્યા પણ સતત વધી રહી છે.
કોણ છે હાના રાવિતી માઈપી ક્લાર્ક?
એન ઝેડ હેરાલ્ડના રિપોર્ટ મુજબ 21 વર્ષના હાના 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડના સૌથી યુવા વયના સાંસદ છે. તેઓ એઓટેરોઆમાં 1853 બાદ સૌથી નાની વયના સાંસદ બન્યા છે. તેમણે સંસદમાં પોતાની સીટ સુરક્ષિત કરવા માટે દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે