New Zealand ના આ શહેરનું નામ વાંચવું હિંમતનું કામ છે, તમે પણ પ્રયત્ન કરી જુઓ!

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ વિશે તો તમે જાણતા જ હશો. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ન્યૂઝીલેન્ડ દેશ વિશે, જે પોતાની શાંતિના કારણે આખી દુનિયામાં જાણીતો છે.

New Zealand ના આ શહેરનું નામ વાંચવું હિંમતનું કામ છે, તમે પણ પ્રયત્ન કરી જુઓ!

ક્રાઈસ્ટચર્ચ: ICC તરફથી પહેલીવાર આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઈટલ ન્યૂઝીલેન્ડે પોતાના નામે કરી લીધું છે. ન્યૂઝીલેન્ડે ફાઈનલમાં ભારતને 8 વિકેટે હરાવીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. ન્યૂઝીલેન્ડની આ જીત પછી ભારતમાં સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. અનેક લોકો ન્યૂઝીલેન્ડના ક્ષેત્રફળની વાત કરી રહ્યા છીએ કે તે ભારતથી ઘણો નાનો છે અને દિલ્લીની બરોબર કે તેનાથી પણ નાનો છે. જો દુનિયાભરમાં ન્યૂઝીલેન્ડની વાત થઈ રહી છે તો અમે તમને આ ખૂબસૂરત દેશ વિશે એવી માહિતી આપવા જઈ રહ્યા છે, જે તમે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય.

 

ભારતથી 12 ગણો નાનો દેશ:
ન્યૂઝીલેન્ડ ક્ષેત્રફળના આધારે તે ઘણો નાનો દેશ છે. જો ભારત સાથે તેની સરખામણી કરીએ તો ન્યૂઝીલેન્ડ ભારતથી લગભગ 12 ગણો નાનો છે. એટલું જ નહીં તેની જનસંખ્યા પણ ભારતથી ઘણી ઓછી છે. ઈન્ટરનેટ પર હાલની જાણકારી પ્રમાણે ન્યૂઝીલેન્ડની જનસંખ્યા માત્ર 49.2 લાખ છે. જ્યારે ભારતમાં 130 કરોડથી વધારે લોકો રહે છે. ન્યૂઝીલેન્ડની કુલ વસ્તીના માત્ર 5 ટકા જ ભાગ માણસો છે. જ્યારે બાકી બધા પશુઓ છે. ન્યૂઝીલેન્ડ ભલે નાનો હોય પરંતુ ન્યૂઝીલેન્ડ પહેલો એવો દેશ છે, જેણે 1893માં સૌથી પહેલાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો.

પશુઓની સંખ્યા સૌથી વધારે:
ન્યૂઝીલેન્ડમાં ઘેટાની સંખ્યા સૌથી વધારે છે. જો જનસંખ્યાના આધારે હિસાબ કરીએ તો દરેક માણસની પાસે લગભગ 9થી 10 ઘેટા છે. અહીંયા રાષ્ટ્રીય પશુ કીવી છે. અને તેના જ કારણે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને કીવીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓછી જનસંખ્યા, પ્રકૃતિની વચ્ચે હોવાના કારણે આ દેશની ગણતરી દુનિયાના સૌથી શાંત દેશમાં કરવામાં આવે છે.

ન્યૂઝીલેન્ડના આ શહેર જાણીતું છે નામથી:
ન્યૂઝીલેન્ડની શાંતિ, પ્રાકૃતિક સુંદરતા વિશે તો તમે ઈન્ટરનેટ પણ ઘણું સાંભળ્યું હશે. પરંતુ અહીંયા એક એવું શહેર છે, જે પોતાના નામના કારણે દુનિયાભરમાં જાણીતું છે. જોકે આ શહેરનું નામ એટલું મોટું છે કે આ નામને એકવારમાં વાંચવું ઘણું મુશ્કેલ છે. લાગે છે કે ભારતીય લોકોને પણ આ નામ વાંચવામાં ઘણી મુશ્કેલી થઈ હશે. આ શહેરનું નામ છે - Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu. તેને સૌથી મોટા નામનું ટાઈટલ પણ મળેલું છે.

 

 

પશુ-પક્ષીઓ માટે જાણીતું છે ન્યૂઝીલેન્ડ:
ન્યૂઝીલેન્ડને પશુ-પક્ષીઓના કારણે ઓળખવામાં આવે છે. અને અહીંયા અનેક પ્રજાતિના પશુ-પક્ષી મળી આવે છે. માનવામાં આવે છે કે ન્યૂઝીલેન્ડના લોકો ડાઉન ટુ અર્થ અને ફ્રેન્ડલી સ્વભાવના કારણે જાણીતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news