New Innovation: આ દેશમાં નારંગીમાંથી ઉત્પન્ન થાય છે વીજળી, છોતરાં પણ ભેગા કરીને રાખે છે લોકો...!

પાણી, કોલસા, હવા અને પવન પવનથી વીજળી પેદા થતી તો તમે જોઈ હશે. શું ક્યારેય નારંગીથી વીજળી ઉત્પન થતા જોઈ છે.હા,એવું થાય છે. સ્પેનના સવીલ શહેરમાં નરંગીનું ઉત્પાદન વઘુ માત્રામાં અને ગુણવત્તાપૂર્વક કરવામાં આવે છે. હવે અહીં નારંગીથી વીજળી બનાવવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે નારંગીમાંથી વીજળી બનાવામાં આવે છે.

New Innovation: આ દેશમાં નારંગીમાંથી ઉત્પન્ન થાય છે વીજળી, છોતરાં પણ ભેગા કરીને રાખે છે લોકો...!

ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્પેનના સવીલ શહેર આંતરરાષ્ટ્રીય સ્તર પર નારંગીના ઉત્પાદન માટે જાણીતું છે. ગુણવત્તાપૂર્વક નારંગીના કારણે માર્માલેડ, કોન્ટ્રિયુ અને ગ્રાન્ડ મરીનર જેવા ડ્રિક્સ બને છે. આ નારંગી તાજી,સુગંધીદાર અને ખૂબ એસિડિક ફ્લેવર હોય છે. પરંતુ માત્ર આટલું જ કામ નથી કરતા આ નારગીનો ઉપયોગ હવે વીજળી બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.
 

No description available.

સવીલ (Seville) શહેરની મ્યુનુસિપલ વોટર કંપની Emasesa એ થોડા દિવસ પહેલા પ્રસ્તાવ મુક્યો કે, જે નારંગીઓ ખરાબ થઈ જાય છે તેમાંથી વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. પહેલા તો લોકોને સમજ પડી નહીં પરંતુ બાદમાં કંપનીએ જણાવ્યું કે અમે ખરાબ અને કડવી નારંગીનું  જ્યૂશ નિકાળી લઈશું ત્યાર બાહ બચેલા ભાગનું કમ્પોસ્ટ ખાતર બનાવીશું જેનો ઉપયોગ ખેતરોમાં કરી શકાશે. શહેરામાં પડેલી 35 ટન ખરાબ નારંગીનો આ પ્રયોગમાં ઉપયોગ થશે.

આયશાનો આ અંતિમ સંવાદ સાંભળીને જલ્લાદ પણ રડી પડે...જાણો મોતના ઠીક પહેલાં આયશાના મનમાં શું ચાલતું હતું...

1500kWh વીજળીની આશા
જે જ્યૂસ નિકાળવામાં આવશે તેનાથી EDAR Copero Wastewater Treatment Plantમાં મોકલવામાં આવશે.તે નારંગીના જ્યૂસમાંથી જૈવીક ઈંધણ બનાવશે અને આ જૈવીક ઈંધણમાંથી વીજળી ઉત્પન થશે. હવે સવીલનાં પ્રસાસનને આ માટે 2.50 લાખ યૂરો એટલે 22.12 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

No description available.

સ્પેને 2018માં બનાવી હતી યોજના
સ્પેને વર્ષ 2018માં આ યોજના બનાવી હતી. 2050 સુધી આખા દેશની વીજળી ઉત્પાદનને રીન્યુએબલ એનર્જીમાં બદલી દેશે. આમ કરવાથી આખી અર્થ વ્યવસ્થામાંથી કાર્બન ફુટપ્રીંટ્સ ઓછી કરવામાં આવશે. હવે સ્પેનમાં કોલસા,તેલ અને હાઈડ્રોકાર્બન શોધવા માટે ડ્રિલિંગ તથા કુવા ખોદવાના કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વર્ષ 2020માં સિડનીમાં યુનિવર્સિટીના સાઈંટિસ્ટ્સે ટકીલાથી બાયોક્યુલ બનાવ્યું જેનાથી કાર ચાલી શકે. અગેવએ ટકીલાનો નેટીવ પ્લાન્ટ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરીકાની કંપની બ્લુશિફ્ટના બાયોક્યુલથી ઉડવા વાળું રોકેટ સ્ટારડસ્ટ બનાવ્યું જેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news