નેધરલેન્ડ્સના યુટ્રેક્ટમાં અંધાધૂધ ગોળીબાર, 3 મોત, 9 ઘાયલ
શહેરના રહેવાસી વિસ્તારની નજીકમાં અજાણ્યા શખ્સો એક ટ્રામમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, પોલીસે સમગ્ર વિસ્તારેન ઘેરી લીધો છે, પોલીસ દ્વારા આ ઘટના આતંકી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે
Trending Photos
એમ્સ્ટર્ડમઃ નેધરલેન્ડ્સના યુટ્રેક્ટ શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. સોમવારે વહેલી સવારે નજીકના રહેવાસી વિસ્તારમાં એક ટ્રામમાં ગોળીબારની ઘટના નોંધાઈ છે. આ ઘટના પછી ડચ પોલીસ એક તુર્કી પુરુષને શોધી રહી છે.
ડચ સમાચાર એજન્સી એએનપીએ જણાવ્યું કે, એક મૃતક ચાદરથી સંપૂર્ણપણે ઢંકાયેલો હતો અને બે ટ્રામ વચ્ચે પાટા પર પડ્યો હતો. આ ઘટનામાં પોલીસને એક તુર્કી મૂળના વ્યક્તિ પર આશંકા છે. પોલીસે તેનો સીસીટીવી ફોટો પણ બહાર પાડ્યો છે. પોલીસ હાલ શંકાના આધારે આ વ્યક્તિને શોધી રહી છે.
Dutch police hunt for Turkish man after three people were killed and nine others injured in a shooting in a tram in the city of Utrecht https://t.co/1ZgPnRvVNv pic.twitter.com/O34pRykhAf
— Reuters Top News (@Reuters) March 18, 2019
The police is investigating the shooting at the #24oktoberplein in Utrecht this morning. An possible terrorist motif is part of the investigation.
— Politie Utrecht (@PolitieUtrecht) March 18, 2019
યુટ્રેક્ટ પોલીસે માહિતી આપી છે કે, ગોળીબારીની ઘટના એક ટ્રામમાં થઈ હતી. મદદ માટે હેલિકોપ્ટર તૈનાત કરાયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે.
શુક્રવારે ન્યૂઝિલેન્ડમાં થયું હતું ફાયરિંગ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ન્યૂઝિલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં બે મસ્જિદમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં 5 ભારતીય સહિત 50 લોકોનાં મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે