PM મોદીની જીત પર આ શક્તિશાળી દેશના વડાપ્રધાન ઉછળી પડ્યાં, કહ્યું-મારા મિત્રએ કમાલ કરી નાખી
Trending Photos
જેરૂસેલમ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં. ભાજપ બીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થઈ છે. નેતન્યાહૂએ પોતાની મહાન મિત્રતા અને સંબંધોને મજબુત કરવાના સોગંધ ખાધા. તેમણે હિબ્રુ ભાષામાં ટ્વિટ કરીને કહ્યું કે, "ચૂંટણીઓમાં શાનદાર જીત મેળવવા બદલ મારા મિત્ર નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છાઓ."
તેમણે કહ્યું કે, "તમારું નેતૃત્વ અને જે રીતે તમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનું નેતૃત્વ કરો છો તેનું સત્યાપણું આ ચૂંટણી પરિણામ છે. અમે સાથે મળીને ભારત અને ઈઝરાયેલ વચ્ચે અને અમારા વચ્ચે મહાન મિત્રતાને મજબુત કરતા રહીશું અને તેને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈશું."
2017માં ઈઝરાયેલની મુસાફરી કરનારા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન બન્યાં. આ ક્રમમાં નેતન્યાહૂએ જાન્યુઆરી 2018માં ભારત પ્રવાસ ખેડ્યો હતો.
જુઓ LIVE TV
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી. જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ પીએમ મોદીને ફોન કરીને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ શુભેચ્છાઓ પાઠવી. શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમાસિંઘેએ પણ શુભેચ્છા સંદેશ મોકલ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે