Nepal: પોતાની પાર્ટીમાંથી બહાર થયા PM KP Sharma Oli, કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ રદ્દ

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. એક તરફ કાર્યકારી પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવી રહેલા કેપી શર્મા ઓલીને મોટો ઝટકો લાગ્યો છે. 

   Nepal: પોતાની પાર્ટીમાંથી બહાર થયા PM KP Sharma Oli, કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ રદ્દ

કાઠમાંડુઃ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઓલીને નેપાળની સત્તામાં રહેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (Nepal Communist Party) માંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેમનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને કોમ્યુનિસ્ટ પાર્ટીના એક જૂથના નારાયણ કાજી શ્રેષ્ઠે આ વાતની પુષ્ટિ કરી છે. 

ઓલીએ ન આપી કોઈ પ્રતિક્રિયા
નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (Nepal Communist Party) ની આ બેઠકમાં ઓલી જૂથના નેતાઓ સામેલ થયા નહીં. તેવામાં પ્રચંડ સમર્થકોના આ નિર્ણયને પીએમ ઓલી માનવાથી ઇનકાર કરી શકે છે. પાર્ટીમાં વિપક્ષી જૂથનું નેતૃત્વ કરી રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ (Pushpa Kamal Dahal Prachanda) છેલ્લા ઘણા સમયથી ઓલી વિરુદ્ધ મોર્ચો ખોલીને બેઠા છે. તેવામાં પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રાજકીય અસ્થિરતાના સંકટ નજીક ઉભેલી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનું વિભાજન જરૂર થશે. 

"His membership has been revoked," Spokesperson for the splinter group, Narayan Kaji Shrestha confirmed ANI. pic.twitter.com/6vc91tt03k

— ANI (@ANI) January 24, 2021

કઈ રીતે બની નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી
નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી  (Nepal Communist Party) ની રચના 2018મા પીએમ ઓલી અને પૂર્વ પીએમ પ્રચંડે મળીને કર્યુ હતું. આ પહેલા પ્રચંડની પાર્ટીનું નામ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઇસ્ટ) જ્યારે ઓલીની પાર્ટીનું નામ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (એકીકૃત માર્ક્સિસ્ટ) હતુ. બંન્ને પક્ષોએ આપસમાં વિલય કરી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની રચના કરી હતી. 

ઓલી પ્રચંડ સાથે કેમ શરૂ થયો મતભેદ
બન્ને પક્ષો વચ્ચે 2020ના મધ્યથી મતભેદ શરૂ થયો જ્યારે પ્રચંડે ઓલી પર પાર્ટીની સલાહ વગર સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બન્ને પક્ષો વચ્ચે અનેક બેઠકો બાદ સમજુતી થઈ ગઈ. પરંતુ પાર્ટીમાં આ શાંતિ વધુ દિવસ ન ટકી અને મંત્રિમંડળની વહેચણીને લઈને વિવાદ શરૂ થયો. ઓલીએ ઓક્ટોબરમાં પ્રચંડની સહમતિ વગર કેબિનેટમાં ફેરફાર કર્યો હતો. તેમણે પાર્ટીની અંદર અને બહારની ઘણી સમિતિઓમાં અન્ય નેતાઓ સાથે વાતચીત વગર ઘણાની નિમણૂક કરી દીધી હતી. બંન્ને નેતાઓ વચ્ચે મંત્રીમંડળમાં પદો સિવાય, રાજદૂતો અને વિભિન્ન બંધારણીય અને અન્ય પદો પર નિમણૂકને લઈને બંન્ને જૂથો વચ્ચે સહમતિ ન બની શકી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news