Nepal: PM કેપી શર્મા ઓલી વિશ્વાત મત જીતવામાં નિષ્ફળ, ગુમાવ્યું પદ
Nepal PM Floor Test: નેપાળથી મોટા સમાચાર આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સંસદના નિચલા ગૃહમાં વિશ્વાસ મત હાસિલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે તેમણે પીએમની ખુરશી પણ ગુમાવી દીધી છે.
Trending Photos
કાઠમાંડુઃ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સોમવારે સંસદના નિચલા ગૃહમાં પોતાનો બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ સાથે નેપાળી બંધારણના આધાર પર તેમના હાથમાંથી સત્તા જતી રહી છે. પુષ્પ કમલ દહલ પ્રચંડ નીત નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર) એ ઓલી સરકારમાંથી સમર્થન પરત લીધા બાદ તેમણે નિચલા ગૃહમાં બહુમત સાબિત કરવાનો હતો. નેપાળમાં સોમવારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.
આ દરમિયાન પ્રધાનમંત્રી ઓલી 275 સભ્યોવાળા ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ રહ્યા. માઇ રિપબ્લિકા પ્રમાણે ઓલીને માત્ર 93 મત મળ્યા જ્યારે તેમને 136 મતની જરૂર હતી. વિશ્વાત મત વિરુદ્ધ 124 મત પડ્યા હતા. 15 સાંસદ તટસ્થ રહ્યા જ્યારે 35 વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ સાથે આર્ટિકલ 100(3) પ્રમાણે ઓટોમેટિક ઓલી પીએમ પદથી મુક્ત થઈ ગયા છે.
Nepal PM KP Sharma Oli loses confidence vote in Parliament
(file photo) pic.twitter.com/4OWkNOW2Jd
— ANI (@ANI) May 10, 2021
પાર્ટીએ ન આપ્યો સાથ
ફ્લોર ટેસ્ટ પહેલા ઓલીને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેની પાર્ટીના સાંસદોને એક વર્ગે સોમવારે સંસદના વિશેષ સત્રમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીના એક નેતા ભીમ રાવલે કહ્યુ કે, પાર્ટીના નારાજ જૂથના 20થી વધુ સાંસદોએ સત્રનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ઓલીને પોતાની પાર્ટીના જ નારાજ નેતાઓના મત મળવાની સંભાવના સમાપ્ત થઈ ગઈ હતી.
આ પહેલા ઓલીએ પાર્ટીના નારાજ નેતાઓને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, હું બધા સાંસદોનું ધ્યાન તે તરફ આકર્ષિત કરવા માંગુ છું કે તે ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરે. આવો સાથે બેસો, ચર્ચા કરો અને કોઈ સમસ્યાનું સમાધાન કાઢો.
પાર્ટીની અંદર નારાજ જૂથોમાં ખેંચતાણ
ઓલીને ફેબ્રુઆરી 2018માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ (માઓવાદી સેન્ટર) ના સમર્થનથી પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા, જેના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડ છે, પરંતુ માર્ચમાં સુપ્રીમ કોર્ટે પાર્ટીના વિલયને રદ્દ કરી દીધો હતો. બે પૂર્વ પ્રધાનમંત્રી માધવ કુમાર નેપાલ અને ઝલનાથ ખનાલ પાર્ટીની અંદર નારાજ જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે