નેપાળ વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીકોના મોત, 5 ભારતીયો હતા સવાર, અત્યાર સુધી 68 મૃતદેહ મળી આવ્યા

Nepal Plane Crash નેપાળ વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીકોના મોત થયા છે. અત્યાર સુધી 68 મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. આ મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. તો ચાર મૃતદેહ શોધવાનું કામ ચાલી રહ્યું છે. આ વિમાન પોખરા એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. 
 

નેપાળ વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીકોના મોત, 5 ભારતીયો હતા સવાર, અત્યાર સુધી 68 મૃતદેહ મળી આવ્યા

કાઠમાંડુઃ પાંચ ભારતીયો સહિત 72 લોકોને લઈને જતું નેપાળનું પેસેન્જર વિમાન રવિવારે પાલના પોખરામાં એરપોર્ટ પર ઉતરતી વખતે નદીના ખીણમાં ક્રેશ થયું હતું. એક બચાવ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા છે. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) અનુસાર, યતિ એરલાઇન્સ 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10:33 વાગ્યે ઉડાન ભરી હતી. પોખરા એરપોર્ટ પર ઉતરતી વખતે જૂના એરપોર્ટ અને નવા એરપોર્ટ વચ્ચે સેતી નદીના કિનારે પ્લેન ક્રેશ થયું હતું.

5 ભારતીય યાત્રીકો હતા સવાર
CAAN ના સર્ચ એન્ડ રેસ્ક્યુ કોઓર્ડિનેટિંગ કમિટીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ક્રેશ સ્થળ પરથી 68 મૃતદેહો મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે વધુ ચાર મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. વિમાનમાં પાંચ ભારતીયો ઉપરાંત ચાર રશિયન, બે કોરિયન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, આર્જેન્ટિના, ઈઝરાયેલના એક-એક નાગરિક હતા.

વિમાન દુર્ઘટનામાં દરેક મુસાફરોના મોત
યતિ એરલાયન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યુ કે, અત્યાર સુધી કોઈના બચવાની માહિતી નથી. તેમણે કહ્યું કે પોખરામાં હવામાન સારૂ હતું અને વિમાનનું એન્જિન પણ સારી સ્થિતિમાં હતું. તેમણે કહ્યું કે, અમે જાણતા નથી કે ફ્લાઇટમાં શું થયું. તો પ્રધાનમંત્રી પુષ્ય કમલ દહલે આ વિમાન દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. 

पहाड़ी से टकराकर नदी में गिरा विमान, नेपाल के पोखरा एयरपोर्ट पर बड़ा हादसा, 72 लोग थे सवार #Nepal #FlightCrash #Pokhra #YetiAirlines @Chandans_live @Payodhi_Shashi pic.twitter.com/Bymrhm1Zha

— Zee News (@ZeeNews) January 15, 2023

પોખરા એરપોર્ટ ચીનની લોનથી બનાવવામાં આવ્યું 
જો કે, કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડિંગ વખતે પ્લેન ખૂબ જ આગળ વધી ગયું હતું, જે અકસ્માતનું કારણ બની શકે છે. આ એક નવું એરપોર્ટ છે જે ચીનની લોન હેઠળ બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલા કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા, વિશાલ શર્મા, અનિલ કુમાર રાજભર, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ તરીકે થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news