નવાઝ શરીફના શરીરમાં માત્ર 15,000 પ્લેટલેટ્સ, હાલત સ્થિર હોવાનો દાવો

સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, લાહોર ખાતેની નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોએ નવાઝ શરીફને સોમવારે રાત્રે મેડિકલ તપાસ માટે સર્વિસિસ હોસ્પટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.

નવાઝ શરીફના શરીરમાં માત્ર 15,000 પ્લેટલેટ્સ, હાલત સ્થિર હોવાનો દાવો

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરી (Nawaz Sharif)ની તબિયત બગડી જવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના લેટેસ્ટ મેડિકલ બુલેટિન અનુસાર નવાઝ શરીફની હાલત સ્થિર છે. PML-Nના અધ્યક્ષ શાહબાઝ શરીફે જણાવ્યું કે, "અમારો પરિવાર અને ડોક્ટર એ બાબતે ચિંતિત છે કે નવાઝ સાહેબની પ્લેટલેટ્સનું સ્તર 15,000ના સ્તર સુધી પહોંચી ગયું છે. સામાન્ય સ્તર 1,50,000થી 4,00,000નું છે." 

સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ અનુસાર, લાહોર ખાતેની નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોએ નવાઝ શરીફને સોમવારે રાત્રે મેડિકલ તપાસ માટે સર્વિસિસ હોસ્પટલમાં દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. 

— Dr. Adnan Khan (@Dr_Khan) October 21, 2019

શરીફના ખાનગી ફિઝિશિયન અદનાન ખાને સોમવારે આ અગાઉ તેમની ખરાબ તબયિતને કારણે પાકિસ્તાનની તહેરીક-એ-ઈન્સાફ સરકારને શરીફને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા આગ્રહ કર્યો હતો. ખાનની ચેતવણી પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફે પણ પંજાબ સરકારને પોતાના ભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા વિનંતી કરી હતી. 

શાહબાઝે જણાવ્યું હતું કે, "સરકારે આપેલા રિપોર્ટ અનુસાર નવાઝ શરીફની તબિયત અત્યંત નાજુક છે. પીટીઆઈ સરકારના ઉદાસ વલણના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં નથી આવી રહ્યા."

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news