નવાઝ શરીફે પીએમ મોદી સાથે નેપાળમાં કરી હતી ગુપ્ત બેઠક, ઇમરાનના સલાહકારનો આરોપ


નવાઝ શરીફની પાકિસ્તાનની રાજનીતિમાં ફરીથી વાપસી થવાથી પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી પર સંકટ છવાયું છે. ડેમેજ કંટ્રોલમાં ઉતરેલા ઇમરાન ખાનના મંત્રી અને સહાયકોએ નવાઝ શરીફ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.
 

નવાઝ શરીફે પીએમ મોદી સાથે નેપાળમાં કરી હતી ગુપ્ત બેઠક, ઇમરાનના સલાહકારનો આરોપ

ઇસ્લામાબાદઃ નવાઝ શરીફની પાકિસ્તાનની રાજનીતિમાં ફરીથી વાપસી થવાથી પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી પર સંકટ છવાયું છે. ડેમેજ કંટ્રોલમાં ઉતરેલા ઇમરાન ખાનના મંત્રી અને સહાયકોએ નવાઝ શરીફ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. તેમણે નવાઝ શરીફને ભારતના એજન્ટ ગણાવી દીધા છે. ખુદ પીએમ ઇમરાન ઘણીવાર નવાઝ શરીફને લઈને વિવાદાસ્પદ નિવેદનબાજી કરી ચુક્યા છે. હવે તેમના રાજકીય સલાહકાર શાહબાઝ ગિલે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. 

પીએમ મોદી સાથે ગુપ્ત મુલાકાત કરવાનો દાવો
ઇમરાન ખાનની તરફથી રાજકીય પિચ પર બેટિંગ કરવા ઉતરેલા શાહબાઝ ગિલે દાવો કર્યો કે, નવાઝ શરીફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નેપાળમાં એક ગુપ્ત બેઠક કરી હતી. તેમણે શનિવારે કહ્યું કે, નવાઝ શરીફ પાકિસ્તાન વિરોધી નથી પરંતુ તેઓ સંકીર્ણ માનસિકતા વાળા વ્યવસારી છે. તેમણે પૂછ્યુ કે શું કોઈ પાકિસ્તાની બિઝનેસમેન પીએમ મોદીને મળી શકે છે? પરંતુ નવાઝ શરીફે વિદેશ વિભાગને જાણ કર્યા વગર પીએમ મોદીની સાથે નેપાળમાં બેઠક કરી હતી. પરંતુ આ બંન્ને નેતાઓ વચ્ચે ક્યારે મુલાકાત થઈ હતી, તેની કોઈ માહિતી આપી નથી. 

લંડનમાં ભારતીય દૂતાવાસમાં બેઠક કરવાનો આરોપ
પીએમ ઇમરાનના રાજકીય સલાહકાર શાહબાઝ ગિલે અહીં ન રોકાયા. તેમણે બે પગલા આગળ વધતા આરોપ લગાવ્યો કે તેમની સરકારને લંડનમાં એક દેશના દૂતાવાસની અંદર નવાઝ શરીફની હાલની બેઠકો વિશે જાણકારી હતી. ગિલે આરોપ લગાવ્યો કે જ્યારે પઠાણકોટની ઘટના થઈ, ત્યારે ભારતના બિઝનેસમેન જિંદલની જેમ નવાઝ શરીફે નિવેદન આપ્યું હતું. તેમણે પૂછ્યુ કે, હુમલાને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું નિવેદન ક્યાં હતું?

Corona સંક્રમિત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ ચમત્કાર થઈ રહ્યો છે? તેમણે શું કહ્યું તે જાણો

દાવો- નવાઝનો ભારતની સાથે વ્યાવસાયિક સંબંધ
શાહબાઝ ગિલે દાવો કર્યો કે, નવાઝ શરીફ અને તેમના પરિવારનો ભારતીયોની સાથે વ્યક્તિગત વ્યાપારિક સંબંધ હતો. તેમને આ સંપર્કોથી પણ ફાયદો થયો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તેથી શરીફે પાકિસ્તાની અવામી તહરીકના નેતા અલ્લામા તાહિર ઉલ કાદરીને કોર્ટમાં રજૂ ન કર્યાં હતા. કહેવામાં આવે છે કે કાદરીએ નવાઝ શરીફના ભારતની સાથે કથિત સંબંધો વિશે ખુલાસો કર્યો હતો. 

વિદેશ મંત્રાલયને જાણકારી ન આપવા પર નવાઝને ઘેર્યા
શાહબાઝ ગિલે કહ્યુ કે, નવાઝ શરીફે જણાવવું જોઈએ કે નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાન વિદેશ મંત્રાલય કાર્યાલયના અધિકારીઓને જાણ કેમ ન કરી. નવાઝ શરીફે લાલ પાઘડી પહેરીને પીએમ મોદીને સદ્ભાવના સંદેશ મોકલ્યો, તેમણે કહ્યું કે, મોદીએ ટ્વીટ કર્યુ કે, તેઓ લાહોર એરપોર્ટ પર નવાઝ શરીફના સ્વાગતથી પ્રભાવિત થયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news