નાસ્ત્રેદમસની 2019-20 અંગેની ચોંકાવનારી ભવિષ્યવાણી, ખતમ થશે માનવજાત ?

જો કે વિજ્ઞાન ક્ષેત્રે એટલી પ્રગતી મળશે કે માણસ 200 વર્ષ સુધી જીવવા માટે પણ સક્ષમ બનશે, પરંતુ કુદરતી આફતો મોટા પ્રમાણમાં આવતી જ રહેશે

નાસ્ત્રેદમસની 2019-20 અંગેની ચોંકાવનારી ભવિષ્યવાણી, ખતમ થશે માનવજાત ?

અમદાવાદ : ફ્રાંસના પ્રખ્યાત જ્યોતિષ માઇકલ દિ નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમણે કરેલી અનેક ભવિષ્યવાણીએ શબ્દ:શ સાચી ઠરી ચુકી છે. ત્યારે તેમણે આગામી વર્ષો માટે પણ ભવિષ્યવાણીઓ કરી હતી. સમગ્ર વિશ્વનાં લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ ધરાવે છે. તેના જ કારણે તેમનાં દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ અગાઉ પણ સાચી સાબિત થઇ ચુકી છે. 

નાસ્ત્રેદમસે 2019 માટે જે ભવિષ્યવાણીઓ કરી હતી, તેમાં માનવતા માટે સારા સમાચાર નથી. અનેક બીજા ભવિષ્યવેતાઓએ પણ 2019-20માં વિનાશના જ સંકેતો આપ્યા છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં 2019માં પૃથ્વીનું પતન અને એસ્ટરોઇડ અંગે ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમની ભવિષ્યવાણીઓનાં વ્યાખ્યાકારોનું કહેવું છે કે, 2019માં આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ શકે છે. જેના હેઠળ નાસ્ત્રેદમસે કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત 2019થી જ થશે. નાસ્ત્રેદમસે 1555માં પોતાની કવિતાઓમાં કોઇ મોટા વૈશ્વિક સંઘર્ષ તરફ ઇશારો કર્યો હતો. 

નિષ્ણાંતોનું કહેવું છે કે આ પંક્તિમાં અમેરિકા - નોર્થ કોરિયા, અમેરિકા - રશિયા વચ્ચે ત્રીજા વિશ્વ યુદ્ધનાં સંકેત છુપાયેલા છે. અન્ય કેટલાકનું અનુમાન છે કે તેમાં આર્થિક સંકટનાં કારણે શહેર ડુબશે તેવી વાત કરવામાં આવી છે. ત્રીજુ વિશ્વયુદ્ધ બે સુપર પાવર વચ્ચે થશે અને તે 27 વર્ષ સુધી ચાલશે. 

એસ્ટરોઇડથી માનવતા પર થશે પ્રહાર
નાસ્ત્રેદમસના અનુસાર એક સુર્ય ગ્રહણ દરમિયાન ઉનાળાની સૌથી અંધારી રાત હશે. જ્યારે સુર્યને સંપુર્ણ ગ્રહણ લાગી જશે. ત્યારે એક આકાશીય પિંડ પડશે. આ રાક્ષસને દિવનાં અજવાળામાં જોઇ શકાશે. આ પંક્તિઓને વ્યાખ્યા કરનારા નિષ્ણાંતોનું કહેવું છે કે ધરતી પર આકાશમાંથી કોઇ પિંડ પડશે જેના કારણે વિનાશ થશે. 

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી કે 2019માં માનવતાનાં કોઇ એસ્ટરોયડનો પ્રભાવ સહેવો પડશે. આ સાથે જ ન્યૂક્લિયર વોર અને પ્રાકૃતિક વિપત્તીઓની પણ આશંકા છે. આકાશમાં એક ધુમકેતુ દેખાવાની સાથે ભયંકર હિંસાની ઘટનાઓ પણ થશે. ન્યૂક્લિયર આતંકવાદ અને પ્રાકૃતિકદુર્ઘટનાઓ અમારી ધરતી પર વિનાશ કરી દેશે. 

હવા અને પાણીમાં ધરમુળથી આવશે પરિવર્તન
ધરતીનું સતત વધી રહેલુ તાપમાન, સતત ગળી રહેલા ગ્લેશિયર અને મોટા હેરિકેનનાં કારણે 2019માં ધરતી પર હલચલ મચેલી રહેશે. નાસ્ત્રેદમસે ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર અંગે ભવિષ્યવાણી કરતા લખ્યું કે, આપણે જળનાં વધતા સ્તર અને પૃથ્વીને તેની નીચે વહેતી જોઇ શકીશું. ગ્લોબલ વોર્મિંગનાં કારણે અનેક યુદ્ધ અને સંઘર્ષો પણ થશે. જેના કારણે સંસાધન અને માઇગ્રેશન જેવા મુદ્દાઓ પેદા થશે. 

2019માં યૂરોપીયન દેશો ખતરનાક પુરપ્રકોપનો સામનો કરશે. ઉપરાંત જે દેશ પુરની ત્રાસથી સહન કરશે તેમાં હંગેરી, ઇટાલી, ચેક રિપબ્લીકન, બ્રિટનનો સમાવેશ થાય છે. અમેરિકા ઇમિર્ગેશનની સમસ્યાથી પરેશાન થશે. જેના કારણે આતંકવાદી હૂમલાઓમાં પણ વધારો થશે. અમેરિકાનાં અનેક હિસ્સાઓમાં હરિકેન આવશે જે ભારે તબાહી મચાવશે. અનેક સશસ્ત્ર સંઘર્ષો થશે. અમેરિકામાં અનેક ભૂકંપો પણ આવશે. પોતાની રણનીતિનાં કારણે ચીન વિશ્વનું નવુ નેતા બનશે. 

નાસ્ત્રેદમસની સાચી પડેલી ભવિષ્યવાણી
ડાયનાનું મોત, એડોલ્ફ હિટલરનો ઉદ, પરમાણુ બોમ્બ, દ્વિતિય વિશ્વયુદ્ધ, 9/11અંગે કરેલી ભવિષ્યવાણીઓ સાચી અને સટીક સાબિત થઇ હતી. અમેરિકાનાં 45માં રાષ્ટ્રપતિ અંગે જે ભવિષ્યવાણી કરી હતી તે ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે સાચી ઠરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news