આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી

 ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પત્ની જોસેફિનને લખાયેલા ત્રણ પ્રેમ પત્રોની કુલ 5,13,000 યુરો (5,75,000 અમેરિકી ડોલર)માં હરાજી થઈ. ત્રણેય લવ લેટર 1796 અને 1804 દરમિયાન લખાયેલા હતાં. ડ્રોઉટ હરાજી ઘરે આ જાણકારી આપી. 

આ ખાસ વ્યક્તિના લવ લેટર માટે રીતસરની પડાપડી, કરોડોમાં થઈ હરાજી

પેરિસ:  ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટ દ્વારા પત્ની જોસેફિનને લખાયેલા ત્રણ પ્રેમ પત્રોની કુલ 5,13,000 યુરો (5,75,000 અમેરિકી ડોલર)માં હરાજી થઈ. ત્રણેય લવ લેટર 1796 અને 1804 દરમિયાન લખાયેલા હતાં. ડ્રોઉટ હરાજી ઘરે આ જાણકારી આપી. 

બોનાપાર્ટના પત્રની ખાસ વાતો
1796માં ઈટલી અભિયાન દરમિયાન લખાયેલા એક પત્રમાં ફ્રાન્સના બોનાપાર્ટે લખ્યું હતું કે મારી વ્હાલી મિત્ર, તમારા તરફથી  કોઈ પત્ર મળ્યો નહીં. જરૂર કઈંક  ખાસ ચાલી રહ્યું છે આથી તમે તમારા પતિને ભૂલી ગયા છો. જો કે, કામ અને ખુબ જ થાક વચ્ચે ફક્ત અને ફક્ત તમારી યાદ આવે છે. 

જુઓ LIVE TV

દુર્લભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીનની  પણ થઈ હરાજી
ફ્રેન્ચ એડર અને એગુટ્સ હાઉસ  તરફથી ઐતિહાસિક થીમ પર આધારીત હરાજીમાં એક દુર્લભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીનને પણ સામેલ કરવામાં આવ્યું. જેનો ઉપયોગ નાઝી જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ વખતે કર્યો હતો. તેની હરાજી 48,100 યુરોમાં થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news