26/11 Terror Attack: દોષિતોને સજા ન મળે એ પીડિતોનું અપમાન-અમેરિકા

મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા(Mumbai Terror Attack) ને 11 વર્ષ થયા. પરંતુ હુમલા માટે જવાબદાર લોકો હજુ સુધી કાયદાની પકડ બહાર છે. આ અંગે અમેરિકા(America) નું કહેવું છે કે હુમલાના કાવતરાખોરોને હજુ સુધી દોષિત ઠેરવી શકાયા નથી જે હુમલામાં માર્યા ગયેલા 166 લોકો અને તેમના પરિવારનું અપમાન છે. 

26/11 Terror Attack: દોષિતોને સજા ન મળે એ પીડિતોનું અપમાન-અમેરિકા

વોશિંગ્ટન: મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા(Mumbai Terror Attack) ને 11 વર્ષ થયા. પરંતુ હુમલા માટે જવાબદાર લોકો હજુ સુધી કાયદાની પકડ બહાર છે. આ અંગે અમેરિકા(America) નું કહેવું છે કે હુમલાના કાવતરાખોરોને હજુ સુધી દોષિત ઠેરવી શકાયા નથી જે હુમલામાં માર્યા ગયેલા 166 લોકો અને તેમના પરિવારનું અપમાન છે. ઉલ્લેખનીય છે કે લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ 26 નવેમ્બરની રાતે મુંબઈ (Mumbai) ના અલગ અલગ વિસ્તારોમાં હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં ફાઈવસ્ટાર હોટલ અને કૈફેને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ હતાં. 

ન્યાય ન મળવો એ પીડિતોનું અપમાન
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ(Mike Pompeo) એ 26/11 આતંકી હુમલાની વરસી પર કહ્યું કે કાયરતાપૂર્ણ આ હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે મુંબઈમાં થયેલા આતંકી હુમલાને 11 વર્ષ થયાં. અમે 6 અમેરિકી સહિત હુમલામાં માર્યા ગયેલા 166 નિર્દોષ નાગરિકોને યાદ  કરીએ છીએ. હુમલાના કાવતરાખોરો હજુ સુધી દોષિત ઠર્યા નથી જે પીડિતો અને તેમના પરિવારનું અપમાન છે. 

હાફિઝ સઈદ પર સાધ્યું નિશાન
પોમ્પિઓએ સ્પષ્ટ રીતે પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદ અને અન્ય કાવતરાખોરોનો ઉલ્લેખ કર્યો હતો જે હજુ સુધી દંડિત થયા નથી. સંયુક્ત રાષ્ટ્રે હાફિઝ સઈદને આતંકી જાહેર કરેલો છે. આ બાજુ અમેરિકાએ પણ તેને વૈશ્વિક આતંકી જાહેર કરેલો છે. અમેરિકાએ તેના પર એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કરેલુ છે. હાફિઝને પાકિસ્તાનમાં ટેરર ફંડિંગ કેસમાં 17 જુલાઈના રોજ અરેસ્ટ કરાયો હતો અને હાલ તે લાહોરની કોટ લખપત જેલમાં કેદ છે. 

આ VIDEO ખાસ જૂઓ 

ન્યાય અપાવવા માટે US પ્રતિબદ્ધ
આ બાજુ દક્ષિણ અને મધ્ય એશિયાના કાર્યવાહક સહાયક વિદેશ મંત્રી એલસ વેલ્સે પણ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે અમેરિકા તે ભયાનક ઘટનાના દોષિતોને ન્યાયના દાયરામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે. આ બધા વચ્ચે મોટી સંખ્યામાં ભારતવંશી અને પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયના લોકો પણ પાકિસ્તાની દૂતાવાસ બહાર ગઈ કાલે ભેગા થયા હતાં અને આતંકી ગતિવિધિઓને સમર્થન કરવાના મુદ્દે ઈસ્લામાબાદની ભૂમિકા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. દોષિતો સામે કાર્યવાહીની પણ માગણી કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news