Viral News: ભૂલી ગઈ? એક વર્ષની માસૂમ બાળકીને કારમાં છોડી ગયેલી માતાને 9 કલાક બાદ યાદ આવ્યું, ગરમીથી માસૂમનું મોત

એક માતા પોતાના બાળક માટે આટલી બેદરકાર કેવી રીતે બની શકે? માત્ર એક વર્ષની માસૂમ બાળકીને ભીષણ ગરમીમાં કારમાં છોડીને જતી રહી. 9 કલાક બાદ તેને યાદ આવ્યું કે તેની બાળકી કારની અંદર છે. જ્યારે તે  ત્યાં પહોંચી તો ત્યાં સુધીમાં તો બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. મહિલાએ એક હોસ્પિટલની બહાર ગાડી ઊભી રાખી હતી. તે સવારે 8 વાગે અહીં આવી હતી ત્યારબાદ સાંજે 5 વાગે તે કાર તરફ પાછી ફરી.

Viral News: ભૂલી ગઈ? એક વર્ષની માસૂમ બાળકીને કારમાં છોડી ગયેલી માતાને 9 કલાક બાદ યાદ આવ્યું, ગરમીથી માસૂમનું મોત

એક માતા પોતાના બાળક માટે આટલી બેદરકાર કેવી રીતે બની શકે? માત્ર એક વર્ષની માસૂમ બાળકીને ભીષણ ગરમીમાં કારમાં છોડીને જતી રહી. 9 કલાક બાદ તેને યાદ આવ્યું કે તેની બાળકી કારની અંદર છે. જ્યારે તે  ત્યાં પહોંચી તો ત્યાં સુધીમાં તો બાળકી આ દુનિયા છોડી ચૂકી હતી. મહિલાએ એક હોસ્પિટલની બહાર ગાડી ઊભી રાખી હતી. તે સવારે 8 વાગે અહીં આવી હતી ત્યારબાદ સાંજે 5 વાગે તે કાર તરફ પાછી ફરી. આ મામલે પોલીસ અધિકારી ડોન બરબનનું કહેવું છે કે બાળકીની ફોસ્ટર માતા સવારે 8 વાગે હોસ્પિટલ આવીને એ ભૂલી ગઈ કે બાળકી કારમાં જ છે. આ મામલો અમેરિકાનો છે. 

મિરર યુકેના રિપોર્ટ મુજબ ફોસ્ટર માતાનો અર્થ થાય છે પાલક માતા. એટલે કે બાળકીને મહિલાએ જન્મ આપ્યો નહતો. તે ફક્ત તેનો ઉછેર કરી રહી હતી. બાળકીની માતા જ્યારે સાંજે 5 વાગે ત્યાં કાર પાર્કિંગમાં પહોંચી તો તેના હોશ ઉડી ગયા. તેને અહેસાસ થયો કે તે બાળકીને તે કારમાં જ ભૂલી ગઈ. ત્યારબાદ તેને તરત હોસ્પિટલ લઈ જવાઈ. પરંતુ ત્યાં સુધીમાં તો બાળકીનું મોત થઈ ચૂક્યું હતું. કારનું તાપમાન અંદરથી 37 ડિગ્રી સેલ્સિયસ હતું. આ દિવસે ભીષણ ગરમી પડી રહી હતી. 

પોલીસે શું કહ્યું? 
પોલીસે જણાવ્યું કે આ એક ખુબ જ ડરામણી ઘટના છે અને અમે તેનાથી પ્રભાવિત તમામ લોકો માટે દુખી થઈ રહ્યા છીએ. બહાર ખુબ ગરમી હોવાથી બધા માટે ઘણું મુશ્કેલ છે. તમામના પરિવારો, જિંદગીઓ, અને દુનિયાભરમાં ઘણું બધુ ચાલી રહ્યું છે. આથી આ યોગ્ય સમય છે કે થોડા ધીરા થઈ જાઓ અને તેના પર ધ્યાન આપો કે આપણા અને આપણા પરિવારની આજુબાજુ શું છે. એક નિવેદનમાં હોસ્પિટલ તરફથી કહેવાયું કે આ ઘટના કેમ્પસમાં બુધવારે ઘટી. જેમાં એક ક ર્મચારી અને બાળક સામેલ છે. 

અમેરિકામાં આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. એક અન્ય મામલાઓમાં માતા પિતા રાતના સમયે પોતાના બે બાળકોને ગાડીમાં જ છોડીને ભૂલી ગયા. તેમને 15 કલાક બાદ યાદ આવ્યું. 4 વર્ષનો પુત્ર તો કારમાંથી  નીકળવામાં સફળ થઈ ગયો પરંતુ 2 વર્ષની પુત્રી નીકળી શકી નહીં અને ગરમીના કારણે તેનું મોત નિપજ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news