Child Birth બાદ દુનિયાની અજીબો ગરીબ પરંપરા, ક્યાંક શોક મનાવાય છે તો ક્યાંક...

જ્યારે કોઈ પરિવારમાં બાળકની કિલકારીઓ ગૂંજે છે તો ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ સમયને દરેક લોકો અલગ અલગ રીતે સેલિબ્રેટ (Celebrate) કરતા હોય છે. બાળકના જન્મ (Child Birth) પર અલગ અલગ પ્રકારની પરંપરા નિભાવવામાં આવે છે

Child Birth બાદ દુનિયાની અજીબો ગરીબ પરંપરા, ક્યાંક શોક મનાવાય છે તો ક્યાંક...

નવી દિલ્હી: જ્યારે કોઈ પરિવારમાં બાળકની કિલકારીઓ ગૂંજે છે તો ઉજવણી કરવામાં આવે છે. આ ખાસ સમયને દરેક લોકો અલગ અલગ રીતે સેલિબ્રેટ (Celebrate) કરતા હોય છે. બાળકના જન્મ (Child Birth) પર અલગ અલગ પ્રકારની પરંપરા નિભાવવામાં આવે છે.

દુનિયાની અજીબો ગરીબ પરંપરા
આજે અમે તમને દુનિયાના કેટલાક એવા દેશો વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં બાળકના જન્મ પર અજીબો ગરીબ રિવાજ (Weird Rituals) નિભાવવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ અજીબો ગરીબ રિવાજ નિભાવવાથી બાળક લાંબું જીવે છે અને તેના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી.

માતાને 30 દિવસ સુધી બધાથી રહેવું પહેછે દૂર
ચીનમાં (China) બાળકના જન્મને લઇને એક અજીબો ગરીબ પરંપરા (Weird Tradition) છે. અહીં બાળકને જન્મ આપ્યા બાદ માતાને પરિવારથી 30 દિવસ સુધી અલગ રાખવામાં આવે છે. આ 30 દિવસમાં માતા કોઈને મળી શકતી નથી. તે દમરિયાન તેના ન્હાવા પર પણ પ્રતિબંધ હોય છે.

બાળકની નાળને કોર્ડને રાખે છે સંભાળીને
જ્યારે બાળકનો જન્મ થયા ત્યારે બાળકની નાળ (Umbilical Cord) માતા સાથે જોડાયેલી હોય છે. જાપાનમાં બાળકના જન્મ બાદ નાળને સંભાળીને રાખવાનો રિવાજ છે. જાપાનના લોકો બાળકના નાળને લાખના બનેલા ડબ્બામાં રાખે છે.

ધાનામાં મનાવવામાં આવે છે શોક
નાઈઝિરિયાના (Nigeria) ધાનામાં બાળકની નાળને (Umbilical Cord) અશુભ માનવામાં આવે છે. આફ્રિકી દેશોમાં (African Countries) નાળને બાળકનો જુડવા ભાઈ અથવા બહેન માનવામાં આવે છે. તેથી નાળને દફનાવવામાં આવે છે. આ દિવસે તમામ લોકો શોક મનાવે છે. અહીં બાળકની નાળને વૃક્ષની નીચે દફનાવવાની પરંપરા છે.

ત્રણ મહિના સુધી જમીનને સ્પર્શતું નથી બાળક
ઇન્ડોનેશિયાના (Indonesia) બાલી દ્વીપની અજીબો ગરીબ પરંપરા ( Indonesia Weird Tradition) સાંભળીને તો તમને આશ્ચર્ય થશે. અહીંની અજીબો ગરીબ પરંપરા અનુસાર, અહીં બાળખના જન્મ બાદ 3 મહિના સુધી તેને જમીનને સ્પર્શ કરવા દેવામાં આવતો નથી. એવામાં ત્રણ મહિના માતા તેના બાળકને પોતાના ખોળામાં લઇને રાખે છે. અહીંની માન્યતા અનુસાર,બાળકને જમીનથી દૂર રાખવાના કારણે બાળક બીજી દુનિયા સાથે સંપર્કમાં રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news