Afghanistan: તાલિબાન સાથે બાથ ભીડી રહેલા અહમદ મસૂદને મોટો ઝટકો, લડાઈમાં ફહીમ દશ્તીનો જીવ ગયો

અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હવે તાલિબાન સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પંજશીર પ્રાંતને બાદ કરતા સમગ્ર અફઘાનસ્તાન પર તેણે કબજો જમાવ્યો છે.

Afghanistan: તાલિબાન સાથે બાથ ભીડી રહેલા અહમદ મસૂદને મોટો ઝટકો, લડાઈમાં ફહીમ દશ્તીનો જીવ ગયો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હવે તાલિબાન સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પંજશીર પ્રાંતને બાદ કરતા સમગ્ર અફઘાનસ્તાન પર તેણે કબજો જમાવ્યો છે. પંજશીરમાં તાલિબાનીઓ અને વિરોધી જૂથ રેસિસ્ટન્સ ફોર્સિસ વચ્ચે ભીષણ જંગ ચાલુ છે. ઘાટીમાં તાલિબાન સામે બાથ ભીડી રહેલા અહમદ મસૂદને મોટો ઝટકો લાગ્યો છે. મસૂદના ખાસ સહયોગી અને રેસિસ્ટન્સ ફોર્સિસના પ્રવક્તા ફહીમ દશ્તીનું પંજશીરની જંગમાં મોત નિપજ્યું છે. 

અફઘાનિસ્તાનના ન્યૂઝ ચેનલ ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલે દશ્તીના મોતની જાણકારી આપી. ઘાટીમાં લડત દરમિયાન દશ્તીનો રવિવારે જીવ ગયો. આ ઉપરાંત નેશનલ રેસિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાનના ફેસબુક પેજ પરથી આ અંગે જાણકારી આપવામાં આવી છે. ફેસબુક પેજ પર લખ્યું છે કે આજે બે વ્હાલા ભાઈઓ, સાથીઓ અને ફાઈટર્સ ગુમાવ્યા. અમીર સાહેબ અહેમદ મસૂદના કાર્યાલયના પ્રમુખ ફહીમ દશ્તી અને ફાસીવાદી સમૂહ વિરુદ્ધ લડતમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય નાયકના ભત્રીજા જનરલ સાહિબ અબ્દુલ વદૂદ ઝોર. 

આ બાજુ તાલિબાન હવે પંજશીર ઘાટી પર કબજો જમાવવાની નજીક છે. તાલિબાને શોતુલ જિલ્લા પર કબજો જમાવી લીધો છે. અહીંથી પંજશીર ઘાટીમાં એન્ટ્રી થાય છે. આ ઉપરાંત તાલિબાને પરિયન, અનાબા, દારાહ અને રોખા જિલ્લાઓ ઉપર પણ કબજો જમાવ્યો છે. 

માત્ર પાસવાળાને જ એન્ટ્રી
પંજશીર પ્રાંતની રાજધાની બજરક પર કબજો જમાવવા માટે ઘમાસાણ ચાલુ છે. તાલિબાન  પ્રાંતની અંદર અને બહાર લગભગ કબજો જમાવી ચૂક્યું છે. અનેક જગ્યા પર બહારથી આવનારા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવાયો છે. ઘાટીમાં ફક્ત એવા સ્થાનિકોને જ એન્ટ્રી મળી રહી છે જેમની પાસે ખાસ પરમિટ છે. 

— Sidhant Sibal (@sidhant) September 5, 2021

સ્થાનિક લોકો કરી રહ્યા છે પલાયન
મોટા પાયે સ્થાનિકો પલાયન કરી રહ્યા છે. લોકો પોતાના પરિવાર સાથે માઈલોનું અંતર પગપાળા ચાલીને સુરક્ષિત સ્થળે શરણની શોધમાં છે. પંજશીરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં ફોન નેટવર્ક સંપૂર્ણ રીતે બંધ છે. અહેમદ મસૂદની એનઆરએફના મોટા પદો ઉપર પણ તાલિબાનનો કબજો છે. વિસ્તારમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે. 

મુજાહિદીનોનો કબજો
તાલિબાની નેતા મૌલવી મોહમ્મદ અબુલ વફાએ કહ્યું કે અમે  પંજશીરના પહેલા જિલ્લામાં પહોંચી ગયા છે. દુશ્મન ભાગી ગયો છે. હવે અહીં સ્થિતિ મુજાહિદીનના હાથમાં છે. તમામ પ્રાંતોથી મુજાહિદીનો અહીં આવ્યા છે. દુશ્મનનો વિસ્તાર હવે અમારા કંટ્રોલમાં છે. અમારા નેતાઓએ પંજશીરના લોકો માટે ક્ષમાની જાહેરાત કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news