હિન્દુ તરૂણીઓને ફસાવનારી આખી ગેંગ સક્રિય, ઉદ્યોગપતિની પુત્રીને ફસાવી અને મુંબઇ બોલાવી પણ...
Trending Photos
અમદાવાદ : સગીર વયની દીકરીઓના માતા-પિતાને ચેતવતો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતાના નામે પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. મોડેલિંગ અને ડાન્સના શોમાં ભાગ લેવાના બહાને મુંબઇ બોલાવી હતી. શેલા ગામમાં આવેલા વૈભવી બંગલોમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી વેપારીની દીકરીને મુંબઇના બે વિધર્મી યુવકોએ મોડેલિંગ અને ડાન્સના શોમાં મોકલવાના બહાને મુંબઇ બોલાવી હતી. જો કે સગીરાના પાડતા અમદાવાદમાંથી ઉઠાવી જવાની ધમકીઓ પણ આપી હતી.
ધમકીથી ગભરાયેલી ઘાટલોડિયામાં ટ્યુશન જવાના બહાને કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચી ટ્રેનની રાહજોતી હતી. ત્યારે પ્લેટફોર્મ પર અજાણ્યે જ જાવેદ મલિક નામનો વ્યક્તિ તેને મળ્યો અને મુંબઇમાં તેને રહેવાની સગવડ કરી આપવાનું કહીને સગીરાને અન્ય સીમકાર્ડ લઇ આપ્યું હતું. ત્યાં અન્ય બે યુવતીઓના નંબર આપી તેમને મળવા જણાવ્યું હતું. સગીરા ટ્રેનમાં બેસી જતી હતી. બીજી તરફ માતા-પિતાને સગીરા ગુમ થયાની જાણ થતા ઘાટલોડિયા પોલીસે સોશિયલ મીડિયામાં ફોટો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે સગીરાને ટ્રેનમાંથી શોધી રેલવે પોલીસની મદદથી બરોડાથી રેસક્યુ કરવામાં આવી હતી. ઘાટલોડિયા પોલીસે આ મુદ્દે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બોપલ નજીક આવેલા શેલા ગામમાં વૈભવી બંગલોમાં રહેતા વેપારીની 16 વર્ષીય પુત્રી ઘાટલોડિયાની સ્કુલમાં ધો.12 માં અભ્યાસ કરે છે. 23 ઓગસ્ટે સાંજે સગીરા ટ્યુશન ક્લાસીસમાં પિતાને મુકવા માટે જણાવ્યું હતું. જેથી તેના પિતા ક્લાસીસમાં મુકી ગયા. રાત્રે 8 વાગ્યે સગીરાને પરત લેવા છતા તે ટ્યુશન ગઇ જ નહોતી તેમ જણાવ્યું હતું. જેથી બહેનપણીને પુછતા મુંબઇના આદિલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આધિલ અને ઓવેઝ નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતો કરતી હતી. તેને મળવા ગઇ છે. જેથી ઘાટલોડિયા પોલીસની મદદ લેતા પોલીસે તત્કાલ યુવતીની તસવીર રેલવે સ્ટેશન પર સર્કુલેટ કરી હતી. તત્કાલ તે યુવતીને બરોડાથી બચાવી લેવાઇ હતી.
સગીરાએ પુછપરછમાં જણાવ્યું કે, દોઢસો વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મુંબઇના આદિલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ અને બાદમાં પ્રેમ થયો. મિત્ર ઓવેઝ મુંબઇ રહે છે તેની સાથે મિત્રતા થઇ હતી. બંન્ને સાથે સગીરા વાતો કરતી હતી. જો કે ઓવેઝે ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ તસવીરો મેસેજ કરી હતી. તરૂણીને એક્ટિગ અને ડાન્સનો શોખ હોવાથી તેને મુંબઇ આવવા જણાવ્યું હતું. સગીરાને કંઇક અજુગતુ થવાની બીકે આવવાનો ઇન્કાર કર્યો હતો. તો બંન્નેએ યુવતીને અમદાવાદથી ઉઠાવી જવાની ધમકી ઉચ્ચારી હતી. જેથી તરૂણી ગભરાઇ હતી. જેથી તેણે ક્લાસીસમાંથી જ ભાગવાનું નક્કી કર્યું હતું. રેલવે સ્ટેશન પર ટ્રે ન નહી હોવાથી તે બેઠી હતી ત્યારે જાવેદ નામનો શખ્સ મળ્યો હતો. જેણે તેને નવુ સીમકાર્ડ અને બે યુવતીઓના નંબર જણાવ્યા હતા. મુંબઇ પહોંચી આ નંબર પર ફોન કરશે એટલે રહેવાની વ્યવસ્થા થઇ જશે તેમ જણાવ્યું હતું. જેથી રાત્રે તે ટ્રેનમાં બેસીને જઇ રહી હતી. ત્યારે જ ઘાટલોડિયા પોલીસની સતર્કતાથી તે યુવતી બચી ગઇ હતી. જો કે તરૂણીના પિતા ખુબ જ વગદાર હોવાથી આ કાર્યવાહી થઇ પરંતુ જો સામાન્ય પરિવારની તરૂણી હોત તો કદાચ મુંબઇમાં તેની સાથે કંઇક અજુગતું થઇ ચુક્યું હોત. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર તેને મળનાર વ્યક્તિ સંયોગ હોય તેવું બની ન શકે તેથી આ એક ગેંગ છે અને હિન્દુ તરૂણીઓ પાછળ તબક્કાવાર અને આયોજનબદ્ધ કામગીરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે