પહેલીવાર સંબંધ બનાવ્યા પછી દર્દથી કણસતી રહી મોડલ, વિચિત્ર છે કારણ
અમેરિકામાં રહેનાર મોડલ (US Model) જ્યારે પોતાની સેક્સ લાઈફ (Sex Life) વિશે વાત કરે છે ત્યારે તેનું દર્દ પણ જોવા મળે છે. જ્યારે બ્રિઆના એલેક્સિસ 18 વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ વખત કોન્ડોમ (Condom) નો ઉપયોગ કરીને સેક્સ માણ્યું હતું.
Trending Photos
વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેનાર મોડલ (US Model) જ્યારે પોતાની સેક્સ લાઈફ (Sex Life) વિશે વાત કરે છે ત્યારે તેનું દર્દ પણ જોવા મળે છે. જ્યારે બ્રિઆના એલેક્સિસ 18 વર્ષની હતી ત્યારે તેણે પ્રથમ વખત કોન્ડોમ (Condom) નો ઉપયોગ કરીને સેક્સ માણ્યું હતું. આ દરમિયાન તેને એટલો દુખાવો થયો કે તે બરાબર ચાલી પણ શકતી ન હતી. તેના શરીરમાં સોજો અને રૈશ થઇ ગયા હતા. એટલું જ નહીં તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ જવું પડ્યું હતું.
21 વર્ષમાં ખબર પડ્યું તે દુખાવાનું કારણ
'ડેઇલી મેઇલ'ના સમાચાર અનુસાર, બ્રિઆના એલેક્સિસ (Bryanna Alexis) ત્રણ દિવસ સુધી અસહ્ય પીડામાંથી પસાર થઈ હતી. બ્રાયનાને પણ Sexually Transmitted Diseases (STD) ના ખતરાનો અહેસાસ થયો અને તેણે તેની તપાસ પણ કરાવી હતે. ત્યારબાદ જ્યારે પણ તેણે કોન્ડોમનો ઉપયોગ કર્યો ત્યારે તેને પીડાનો સામનો કરવો પડતો હતો. 21 વર્ષની થઈ ત્યારે તેને ખબર પડી કે તેને latex થી એલર્જી છે, તમને જણાવી દઇએ કે latex નો ઉપયોગ ઘણા પ્રકારના કોન્ડોમમાં થાય છે.
ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી જીંદગી'
26 વર્ષની Bryanna Alexis એ કહ્યું, 'દર વખતે સેક્સ પછી અસ્વસ્થતાને કારણે તેનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું, પરંતુ હવે લેટેક્સની એલર્જી વિશે માહિતી મળ્યા બાદ તેણે ફરીથી જાતીય આત્મવિશ્વાસ મેળવ્યો છે. વ્યવસાયે મોડલ Bryanna એ સેક્સ કોચ તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે.
નિષ્ણાતો શું કહે છે
મોડલ બ્રિઆના પણ લોકોને સલાહ આપે છે કે જો તેમને સેક્સ્યુઅલ લાઈફમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને અવગણવાને બદલે તેના કારણોને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. તે કહે છે કે શારીરિક સંબંધો કોઈના માટે દુઃખદાયક ન હોવા જોઈએ. નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ વ્યક્તિનું શરીર latex ને હાનિકારક પદાર્થ સમજે છે, ત્યારે શરીર તેની સામે લડવા માટે એન્ટિબોડીઝને ટ્રિગર કરે છે. આગામી વખતે જ્યારે વ્યક્તિ ફરીથી લેટેક્સના સંપર્કમાં આવે છે, ત્યારે એન્ટિબોડીઝ રોગપ્રતિકારક તંત્રને જાણ કરે છે અને શરીર હિસ્ટામાઇન અને અન્ય ઘણા રસાયણો લોહીમાં મોકલવાનું શરૂ કરે છે. આ કારણોસર, ઘણા પ્રકારના એલર્જીના ચિહ્નો દેખાવા લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે