Carmine Colour : કેટલી મજાથી જીભ લપલપાવીને દુનિયા ઝાપટી જાય છે આ 'જીવડા', એ પણ જાણ બહાર!

European Union એ હમણાં જ મીલવર્મ (mealworm) કહેવાતાં જીવડાને ત્યાંની ડિશીઝમાં પિરસવાની મંજૂરી આપી દીધી છે. એ સાથે જ ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં જીવજંતુ (Insect) ની વાત ચર્ચામાં છે. દુનિયા આખીમાં અનેક લઝીઝ દેખાતી ડિશમાં આવા જ પ્રકારના જીવડા પિરસાય છે. આંચકો આપનારી વાત એ છે કે જે-તે ફૂડ (Food) માં આ જીવડા વપરાય છે તે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બહુ જાણ થવા દેતી નથી.

Carmine Colour : કેટલી મજાથી જીભ લપલપાવીને દુનિયા ઝાપટી જાય છે આ 'જીવડા', એ પણ જાણ બહાર!

લાલચટ્ટાક રંગના જાદૂગર છે આ માસુમ જીવડા (Insect) , ખાદ્ય પદાર્થને ઘાટ્ટો લાલ રંગ આ જીવડાઓ જ આપી જાણે છે. આ જીવડાઓનું મૂળ નામ કોચીનીલ છે પણ તેમાંથી બનતા રંગને કાર્મિન (carmine colour) કહે છે. અસંખ્ય ફૂડ (Food)  પ્રોસેસિંગ યુનિટ આ કાર્મિનને સિક્રેટ ઈન્ગ્રેડિયન્ટ તરીકે ઉપયોગમાં લે છે. વેગન લોકો માટે રાહતની વાત એ છે કે ભારતમાં કાર્મિન કલરનો ઉપયોગ પ્રતિબંધિત છે.

કેક્ટસ પર નભતા અને લાલ રંગ પેદા કરતાં ટચૂકડા જાદુગર
લાલચટ્ટાક રંગના ગાર્નિશિંગવાળા ઘણાં (Food) આપણે જોયા છે. પછી તે આઈસક્રીમ (Ice cream) હોય, કેન્ડી હોય, કપકેક હોય કે રેડ વેલ્વેટ કેક હોય. આ બધાંમાં ઘણીવાર લાલ રંગ માટે કાર્મિનનો ઉપયોગ કરવામાં છે. કાર્મિન લાલ રંગ તો ખરો પણ તે કોચીનીલ કહેવાતા જીવડાને પિસીને તેના પાઉડરમાંથી તૈયાર કરાયો હોય છે. કોચીનીલ કહેવાતા આ જીવડા મૂળ તો પરજીવી છે અને કેક્ટસ કહેવાતા થોર પર નભે છે. મૂળમાં તે મેક્સિકોથી મળી આવ્યા હતાં. પણ બાદમાં વિશ્વના અનેક દેશોમાં રીતસર તેની ખેતી કરવામાં આવે છે. તેમાંથી મળતાં ખાદ્ય લાલ રંગ માટે જ સ્તો! પેરુ તેમાં અવ્વલ છે. પેરુમાં તો લાખો-કરોડોની માત્રામાં તેની ખેતી થાય છે.

May be an image of 2 people

બીજા પણ દેશો છે જે ખાસ આ લાલ કા માલમાંથી રોકડી કરી લેવા પહેલાં તો કેક્ટસ ઉગાડે છે અને પછી એની પર આ કોચીનીલની ખેતી કરે છે. કાર્મિનની ખાસિયત એ પણ છે કે એ રંગ ક્યારેય ઝાંખો પડતો નથી અને સંપૂર્ણ પણે સલામત હોવાનું પણ અનેક રિસર્ચમાં સાબિત થયું છે. આને ફૂડ પ્રોસેસિંગની ભાષામાં એડિટિવ તરીકે ઓળખાય છે. એકાદ કિલો આવો કાર્મિન પાઉડર બનાવવા માટે તમને અંદાજો છે કે આવા કેટલાં જીવે પિસાવું પડતું હશે? જવાબ છે લગભગ સવાથી દોઢ લાખ!

અમેરિકન્સ તો પોતાની પૂરી જિંદગીમાં 1 કિલો કાર્મિન ગળચી જાય છે!
સૌથી મજાની વાત એ છે કે આ ઓશિયાળું જીવ માનવ શરીરમાં જઈને કોઈ ખાસ નુકસાન પહોંચાડતું નથી. સિવાય કે કોઈ વ્યક્તિ એલર્જિક હોય. ઉપરથી આ જીવડા શરીરને પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન વગેરે મજબૂતી પૂરી પાડે છે. આમ પણ અલગ અલગ સ્વરૂપે આપણા ખોરાકમાં બીજી કેટલીક જીવાત, ફંગસ, બેક્ટેરિયા જતા જ હોય છે. એટલું ખરું કે ભારતમાં તેના ઉપયોગ પર ખોરાકની રીતે પ્રતિબંધ છે છતાંય ઘણી બધી દવાઓમાં કલર તરીકે અને કેપ્સ્યૂલના કવરમાં ઉપયોગ માટે વળી મંજૂરી પણ છે.

No photo description available.

તમને જાણીને આંચકો લાગશે કે અમેરિકા સહિતના વિશ્વના અનેક દેશો આજે પણ કાર્મિનને ખાદ્ય રંગ તરીકે ઉપયોગમાં જ લે જ છે. એક અમેરિકન સરેરાશ પોતાની જિંદગીમાં એકાદ કિલો કાર્મિન ગળચી જાય છે. જો કે વેગન લોકોની બુમરાણ વચ્ચે ઘણાં બધાં દેશોએ કાર્મિનનો ઉપયોગ કર્યો હોય તે સ્પષ્ટ લખવાનો નિયમ પણ બનાવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાર્મિનવાળો લાલ રંગ એટલો તો મજબૂત હોય છે કે અંગ્રેજ સિપાહીઓ પહેરતા હતાં તે લાલ વર્દીમાં આ જ લાલ રંગ વપરાતો હતો. એ જ પ્રમાણે ઈતિહાસમાં ઘણાં બધાં એવા ઉપયોગ છે જે આપણે ધાર્યા પણ ન હોય. ટૂંકુને ટચ એટલું કે આ દુનિયામાં એવું ઘણુંય છે જે કદાચ આપણે જાણ્યાં વિના બિન્દાસ્ત રહેતા હોઇએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news