Mauritius oil spill: અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા મોરેશિયસ પર આફત, જાપાનીઝ જહાજના ભારતીય કેપ્ટનની ધરપકડ

મોરેશિયસ (mauritius) ના અધિકારીઓએ મંગળવારે જાપાની સ્વામિત્વવાળા જહાજના એક ભારતીય કેપ્ટનની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ એ જ જૂનું જહાજ હતું જેમાંથી ઓઈલ લીક થયા બાદ પર્યટન પર આધારિત અર્થવ્યવસ્થાવાળા આ દેશમાં પર્યાવરણ કટોકટી લગાવવી પડી. 25 જુલાઈના રોજ જહાજ (MV Wakashio)  અહીના કોરલ રીફ પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન શરૂ થયેલા તેલ લીકે ત્યાં રહેલા પર્યટકોને ડરાવી દીધા હતાં. જો કે અધિકારીઓ હજુ એ ખુલાસો કરી શક્યા નથી કે આખરે સિંગાપુરથી બ્રાઝિલ જઈ રહેલુ જહાજ આ સમુદ્રી ટાપુની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયું. 

Mauritius oil spill: અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવતા મોરેશિયસ પર આફત, જાપાનીઝ જહાજના ભારતીય કેપ્ટનની ધરપકડ

પોર્ટ લુઈસ, મોરેશિયસ: મોરેશિયસ (mauritius) ના અધિકારીઓએ મંગળવારે જાપાની સ્વામિત્વવાળા જહાજના એક ભારતીય કેપ્ટનની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ એ જ જૂનું જહાજ હતું જેમાંથી ઓઈલ લીક થયા બાદ પર્યટન પર આધારિત અર્થવ્યવસ્થાવાળા આ દેશમાં પર્યાવરણ કટોકટી લગાવવી પડી. 25 જુલાઈના રોજ જહાજ (MV Wakashio)  અહીના કોરલ રીફ પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન શરૂ થયેલા તેલ લીકે ત્યાં રહેલા પર્યટકોને ડરાવી દીધા હતાં. જો કે અધિકારીઓ હજુ એ ખુલાસો કરી શક્યા નથી કે આખરે સિંગાપુરથી બ્રાઝિલ જઈ રહેલુ જહાજ આ સમુદ્રી ટાપુની આટલી નજીક કેવી રીતે પહોંચી ગયું. 

પોલીસ અધિકારીઓએ જહાજના ભારતીય કેપ્ટન અને તેમના ડેપ્યુટી કેપ્ટન (second-in-command)ની ધરપકડની પુષ્ટિ કરતા તેમને કોર્ટમાં હાજર કરવાની જાણકારી આપી. પોલીસ વિભાગના પ્રવક્તા ઈન્સ્પેક્ટર શિવા કોથેને કહ્યું કે આ કેસની તપાસ ચાલુ છે અને બુધવારે બાકીના ક્રુ મેમ્બર્સની પૂછપરછ થશે. 

જાપાને મોકલી બીજી ટીમ
નોંધનીય છે કે ફ્રાન્સના વિશેષજ્ઞ મદદમાં જોડાયેલા છે. આ બાજુ મોરેશિયસની મદદ કરી રહેલી જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (Japan International Cooperation Agency)ના જણાવ્યાં મુજબ લીક થયેલા ઓઈલમાંથી મોટાભાગનું હટાવી લેવાયું છે અને ખુબ જ ઓછુ ઈંધણ સમુદ્ર કિનારે રહ્યું છે. સોમવારે જ જાપાને ત્યાં પોતાના વિશેષજ્ઞોની 7 સભ્યોની બીજી ટીમ મોકલવાની જાહેરાત કરી હતી. નવી ટીમમાં ટોક્ટોની એક એક્સપર્ટ કંપનીના 6 સભ્યો આજે મોરેશિયસ જવા રવાના થશે જેઓ કામમાં ખુબ હોશિયાર છે. 

Piracy & Maritime violence act
જહાજના ભારતીય કેપ્ટન અને તેમના શ્રીલંકન ડેપ્યુટી પર પાઈરસી અને સમુદ્રી કાયદા (piracy and maritime violence act)નો ભંગ હેઠળ ધરપકડ કરાઈ છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news