ફ્રાન્સમાં હવે માસ્ક ફરજીયાત નહીં, કોરોનાના કેસ ઓછા થતાં સરકારે લીધો નિર્ણય
ફ્રાન્સમાં હવે જાહેર સ્થળો પર માસ્ક લગાવવુ જરૂરી નથી. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ ઓછા થતાં સરકારે નિયમોમાં ઢીલ આપી છે.
Trending Photos
પેરિસઃ ફ્રાન્સમાં હવે માસ્ક લગાવવું જરૂરી નથી. સરકારે જાહેર સ્થળો સિવાય ટ્રેન અને વિમાન યાત્રા દરમિયાન ફરજીયાત માસ્ક લગાવવાના નિયમને ખતમ કરી દીધો છે. ફ્રાન્સમાં કોરોનાના કેસમાં આવેલા મોટા ઘટાડા બાદ માસ્ક ફરજીયાત નિયમને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યુ કે, હવે જાહેર સ્થળો અને કારમાં માસ્ક ફરજીયાત હશે નહીં. માસ્ક ફરજીયાતમાં છૂટ મળતા ફ્રાન્સની જનતા રાહત અનુભવી રહી છે. સરકારના આ નિર્ણય બાદ પેરિસમાં રહેનાર 26 વર્ષીય જેસુલા મદિમ્બાએ કહ્યું કે, માસ્ક વગર સ્વતંત્ર અનુભવી રહી છે, માસ્કની સાથે શ્વાસ લેવો સરળ નહોતો જેવો માસ્ક વગર લાગી રહ્યો છે.
કોરોનાના કેસ ઘટ્યા બાદ મળી છૂટ
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સે ફેબ્રુઆરી બાદ કોરોના કેસમાં ઘટાડો જોતા નિયમમાં રાહત આપવાનું શરૂ કર્યુ હતું. પરંતુ સરકારે સાવચેતી રૂપે સ્કૂલ અને ઓફિસોમાં માસ્ક હટાવવાની છૂટ આપી નહોતી. ફ્રાન્સના નિષ્ણાંત સતત કહી રહ્યાં હતા કે કોરોનાના કેસ ઓછા થવાનો અર્થ તે નથી કે મહામારી ખતમ થઈ ગઈ છે, તે સતત માસ્ક ફરજીયાતનો નિયમ જાળવી રાખવાની ભલામણ કરી રહ્યાં હતા. આ કારણ છે કે સરકારે માસ્ક હટાવવામાં ઉતાવળ કરી નહીં અને સંપૂર્ણ ખાતરી બાદ માસ્ક હટાવવાનો નિર્ણય કર્યો છે.
પરંતુ સરકારના દિશાનિર્દેશો અનુસાર હોસ્પિટલોમાં માસ્ક ફરજીયાત હશે સાથે ઘણા સ્થળો પર પ્રવેશ માટે લોકોએ કોવિડ રસીકરણ સર્ટિફિકેટ દેખાડવુ ફરજીયાત છે. હજુ પણ ફ્રાન્સમાં કેટલાક નિષ્ણાંતો કોરોનાને લઈને સાવચેતી રાખવાનું કહી રહ્યાં છે. તેમનું કહેવું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ આવવાની સંભાવના છે. ફ્રાન્સના મહામારી વૈજ્ઞાનિક મહમૂદ જ્યૂરિકે કહ્યુ- હું માસ્ક પહેરવાનું જારી રાખીશ અને બધાને તેમ કરવાનું કહીશ. કોરોનાને કારણે ફ્રાન્સમાં 1 લાખ 47 હજાર લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે