Pakistan માં અમીરો માટે પણ Alto ખરીદવી મુશ્કેલ, 16 લાખ રૂપિયાથી પણ કિંમત
Suzuki Alto: ભારતમાં મારૂતિ સુઝુકી અલ્ટોની કિંમત લગભગ 3.4 લાખ રૂપિયાથી શરૂ થઇ જાય છે પરંતુ શું તમે અંદાજો લગાવી શકો છો કે પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોની કિંમત કેટલા રૂપિયાથી શરૂ થતી હશે?
Trending Photos
Suzuki Alto In Pakistan: ભારતમાં મારુતિ સુઝુકી અલ્ટોની કિંમત લગભગ 3.4 લાખ રૂપિયાથી શરૂ થઇ જાય છે પરંતુ શું તમે અંદાજો લગાવી શકો છો કે પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોની કિંમત કેટલા રૂપિયાથી શરૂ થતી હશે? કદાચ તમે આ વાતનો અંદાજો પણ લગાવી શકશો નહી કારણ કે તેની કિંમત પાકિસ્તાનમાં ખૂબ જ વધુ છે. પાકિસ્તાનમાં સુઝુકી અલ્ટોની જેટલી કિંમત છે, એટલામાં ભારતમાં 4 અલ્ટો કાર ખરીદી શકાય છે.
પાકિસ્તાનમાં અલ્ટોની કિંમત 16.99 લાખ રૂપિયા
જી હાં, પાકિસ્તાની બજારમાં સુઝુકી અલ્ટોની કિંમત 16.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત સુઝુકી પાકિસ્તાનની વેબસાઇટ પરથી લેવામાં આવી છે. અહીં આપવામાં આવેલી જાણકારી અનુસાર અલ્ટોની ઇએમઆઇ પણ 35263 રૂપિયા દર મહિનેથી શરૂ થશે. હવે તમે વિચારતા હશો કે આખરે ત્યાં આટલી મોંઘી અલ્ટો છે તો શું તેમાં હીરા જડેલા છે? ના. જોકે પાકિસ્તાનમાં મોંઘવારી વધુ છે અને ત્યાં મુદ્રા પણ નબળી છે.
સુઝુકી અલ્ટોમાં શું મળે છે ફીચર્સ?
તેમાં ચાર પાવર વિંડો, ડુઅલ એસઆરએસ એરબેગ, ઇબીડી સાથે એંટીલોક બ્રેકિંગ સિસ્ટમ, ઇમોબિલાઇઝર, Mp5 ટચ સ્ક્રીન અને સેંટ્રલ ડોર લોકિંગ જેવા ફીચર્સ આવે છે. આ ઉપરાંત ઇંસ્ટ્રૂમેંટ પેનલ પર ઓછું ફ્યૂલ હોય ત્યારે એલર્ટ લેમ્પ, એક્સેસરી સોકેટ અને ડોર અજર વોર્નિંગ લાઇટ જેવા ફીચર્સ મળે છે. આ સોલિડ વ્હાઇટ, ગ્રેફાઇટ ગ્રે, સેરૂલિયન, બ્લૂ, પર્લ બ્લેક અને સિલ્કી સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. આ ડિઝાઇન ભારતમાં વેચાનારી અલ્ટો કરતાં અલગ છે.
સુઝુકી અલ્ટોની કુલ લંબાઇ- 3395 મિમી, કુલ પહોળાઇ- 1475 મિમી, કુલ ઉંચાઇ- 1490 મિમી, વ્હીલબેસ-2460 મીમી, ટર્નિંગ રેડિયસ- 4.2 એમ, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170 મિમી અને ગ્રોસ વ્હીકલ વેટ 1050 કિલોગ્રામ છે. તેમાં 658 સીસીનું R06A એન્જીન મળે છે, જે 29kW/6,500rpm અને 56Nm/4,000rpm આઉટપુટ આપે છે. ટ્રાંસમિશનની વાત કરીએ તો તેમાં 5MT/AGS નો ઓપ્શન મળે છે.
આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે