Viral News: એક કે બે નહીં પણ 35 ગર્લફ્રેન્ડ સાથે મજા કરી રહ્યો હતો આ રોમિયો, એક ભૂલે જેલમાં પહોંચાડી દીધો

લોકો એક ગર્લફ્રેન્ડના નખરા ઉઠાવી શકતા નથી ત્યાં તો એક વ્યક્તિ 35 ગર્લફ્રેન્ડ બનાવીને 36મી વિશે વિચારતો હોય તો તેવું લાગે. જાપાનમાં એક વ્યક્તિએ એક પછી એક એમ 35 ગર્લફ્રેન્ડ બનાવી અને પછી તો તેને તેની લત લાગી ગઈ.

Viral News: એક કે બે નહીં પણ 35 ગર્લફ્રેન્ડ સાથે મજા કરી રહ્યો હતો આ રોમિયો, એક ભૂલે જેલમાં પહોંચાડી દીધો

ટોકિયો: લોકો એક ગર્લફ્રેન્ડના નખરા ઉઠાવી શકતા નથી ત્યાં તો એક વ્યક્તિ 35 ગર્લફ્રેન્ડ બનાવીને 36મી વિશે વિચારતો હોય તો તેવું લાગે. જાપાનમાં એક વ્યક્તિએ એક પછી એક એમ 35 ગર્લફ્રેન્ડ બનાવી અને પછી તો તેને તેની લત લાગી ગઈ. આ ખબર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. 

રસપ્રદ રીતે તેની આ લતનો થયો ખુલાસો
ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ પોલીસે એક જ સમયે 35 છોકરીઓ સાથે સંબંધ બનાવવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી. આ વ્યક્તિએ તમામ મહિલાઓને પોતાનો બર્થડે અલગ અલગ દિવસ જણાવ્યો હતો. આ કેસનો ખુલાસો એકદમ રસપ્રદ રીતે થયો. 

આ શોખના કારણે બન્યો અપરાધી
રિપોર્ટ મુજબ પોલીસે 39 વર્ષના તાકાશી મિયાગાવાની ધરપકડ કરી છે. જેની 35 ગર્લફ્રેન્ડ છે. આ વ્યક્તિને તેની પહેલી ગર્લફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. ત્યારબાદ તેને ગિફ્ટ મેળવવાનો ચસ્કો લાગી ગયો. ત્યારપછી તો તેણે નવી નવી છોકરીઓ પટાવવાનું શરૂ કરી દીધુ અને એક પછી એક  એમ 35 ગર્લફ્રેન્ડ બનાવી લીધી. 

પાર્ટ ટાઈમ વર્કર છે આ વ્યક્તિ
નોંધનીય છે કે તેણે ક્યારેય તેની જૂની ગર્લફ્રેન્ડને છોડી નહીં. તે બધાને એક સાથે ડેટ કરતો રહ્યો. આ બધુ તેણે ફક્ત ગિફ્ટ લેવા માટે કર્યું. પંરતુ એક ભૂલ તેને ભારે પડી ગઈ. અત્રે જણાવવાનું કે 35 ગર્લફ્રેન્ડ બનાવનારો આ વ્યક્તિ એક પાર્ટ ટાઈમ વર્કર છે. તે ઘરે ઘરે જઈને સામાન વેચે છે. વ્યક્તિ આ તમામ છોકરીઓને માર્કેટિંગ કંપનીના માધ્યમથી જ મળ્યો. 

બર્થડેએ ખોલી પોલ
વ્યક્તિએ એક ગર્લફ્રેન્ડને જણાવ્યું કે તેની બર્થડે 22 ફેબ્રુઆરીએ છે. જ્યારે બીજીને જણાવ્યું તેનો બર્થડે જુલાઈમાં છે. આ ઉપરાંત ત્રીજીને જણાવ્યું કે તેનો બર્થડે એપ્રિલમાં છે. જ્યારે અસલમાં તેનો બર્થડે 14 નવેમ્બરે આવે છે. તેણે આ બધા મોંઘી ગિફ્ટ માટે કર્યું. 

જાપાની રોમિયોના નામથી જાણીતો થયો
તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેની 35 ગર્લફ્રેન્ડમાંથી એકને તેના પર શક ગયો અને તેણે પોલીસ સ્ટેશનમાં જઈને વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને જેલમાં મોકલી દીધો. મિયાગાવાએ તમામ 35 છોકરીઓને વચન આપ્યું હતું કે તે તેમની સાથે લગ્ન કરશે. હવે આ વ્યક્તિ જાપાનમાં જાપાની રોમિયો તરીકે ફેમસ થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news