મહિલા મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું- 'પતિએ પત્નીને મારવી જોઈએ, સાથે ન સૂવું જોઈએ'
મહિલા મંત્રીની વિવાદાસ્પદ સલાહો પર સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો છે. મહત્વનું છે કે મંત્રીએ પતિઓને સલાહ આપી છે કે જો પત્નીઓ તેની વાત ન સાંભળે તો તેને માર મારે.
Trending Photos
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આ વીડિયો મલેશિયાના મહિલા મંત્રીનો છે અને આ વીડિયોનું ટાઈટલ મધર્સ ટિપ્સ છે.
મહિલા મંત્રીની સલાહથી બબાલ
મલેશિયાના ડેપ્યુટી મિનિસ્ટર ફોર વુમન એન્ડ ફેમિલી સિતી ઝૈલા મોહમ્મદ યુસોફના નિવેદને સોશિયલ મીડિયા પર રોષ અને ગુસ્સાની લહેરને જન્મ આપી દીધો છે. મહત્વનું છે કે મંત્રીએ ઘરેલૂ હિંસાને પ્રોત્સાહન આપનારૂ નિવેદન આપ્યું છે.
શું બોલ્યા મંત્રી
સિતી ઝૈલા પૈન મલેશિયા ઇસ્લામિક પાર્ટીના સાંસદ છે. મંત્રીએ કહ્યું કે, પત્નીને અનુશાસિત રાખવા માટે પત્નીની જીદ પર કે અભદ્ર વ્યવહાર કરવા પર પતિએ તેને માર મારવો જોઈએ. આ સિવાય તેણે પતિને પત્નીની અલગ સુવાની સલાહ પણ આપી છે. મહત્વનું છે કે આ પહેલાં પણ સિતીએ પતિ મારે તો મહિલાઓએ તેને માફ કરવાની વાત કહી હતી.
આ પણ વાંચોઃ Russia-Ukraine Crisis: યુક્રેનથી ભારતીયોને કાઢવા પર હજુ કોઈ નિર્ણય નહીં, વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટ
લોકોએ કરી રાજીનામાની માંગ
આ સિવાય મંત્રીએ મહિલાઓને કેટલીક અન્ય સલાહ પણ આપી છે. જેમાં સિતીએ મહિલાઓને કહ્યું કે, જ્યારે તમે બોલવા ઈચ્છો છો તો પહેલા પોતાના પતિની મંજૂરી લો. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર આ નિવેદન વાયરલ થયા બાદ મહિલા મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે