Member of parliament News

સાંસદ પુનમ માડમના અધ્યક્ષ સ્થાને જન ઔષધી દિવસની ઉજવણી, મહિલા હાઇજીન પર વિશેષ ધ્યાન
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જનઔષધિ દિવસ-૨૦૨૧ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિલ્હીથી દેશના વિવિધ વિસ્તારના જનઔષધિ કેન્દ્રના સંચાલકો અને લાભાર્થીઓ સાથે પરિસંવાદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે જન ઔષધિ દિવસની થીમ ‘સેવા ભી ઓર રોજગાર ભી’ અંતર્ગત પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ત્રણ વર્ષથી ચાલતી આ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના હેઠળ વિવિધ વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી દવાઓ ખૂબ ઓછી કિંમતે મળી રહી છે. મધ્યમ વર્ગને, ગરીબોને દવાઓ માટે ક્યારેય આર્થિક તકલીફો વેઠવી ન પડે તે માટે આ પરિયોજના હેઠળ હજુ પણ આગામી દિવસોમાં અનેક જન ઔષધિ કેન્દ્ર ખોલી જનસેવાનું કાર્ય કરવામાં આવશે. સાથે જ આ કેંદ્રો થકી અનેક નવી રોજગાર તકો ઉત્પન્ન થઇ છે.
Mar 7,2021, 16:40 PM IST
ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં દિવાળીનું વાતાવરણ છે ત્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગી છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓ દાખલ કરવા પડ્યા હતા. અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપટે આવી ચુક્યા છે. ત્યારે ભાજપના વધારે એક દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત થયા છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ ગોહિલ પણ કોરોનાની ઝપટે ચડ્યા હતા. 
Nov 14,2020, 18:32 PM IST

Trending news