બાપરે! 3 વર્ષની લિલિકા 250 કિલોની થઈ ગઈ, દુનિયાભરમાં તેના વજનની છે ચર્ચા, જુઓ Video

લિલિકાને ખરીદવા માટે ઓફરો પણ આવી રહી છે. પણ રોસએન્જેલાએ તેને ઠુકરાવી. લિલિકાને 2.5 લાખ રૂપિયામાં ખરીદવાની ઓફર પણ આવી હતી.

બાપરે! 3 વર્ષની લિલિકા 250 કિલોની થઈ ગઈ, દુનિયાભરમાં તેના વજનની છે ચર્ચા, જુઓ Video

બ્રાઝિલની 59 વર્ષની રોસએન્જેલા ડોસ સાંતોસ લારા  (Rosangela dos Santos Lara) એક ટીચર છે. થોડા સમય પહેલા તે બજારમાં ગઈ અને એક નાનું ડુક્કરનું બચ્ચું લઈ આવી પરંતુ જેમ જેમ તે મોટું થતું ગયું તેનું વજન ખુબ વધતું ગયું અને હવે તો સ્થિતિ એવી છે કે આ માદા ડુક્કરનું વજન 550 પાઉન્ડ (250 કિલો) થઈ ગયું છે. દુનિયાભરમાં આ વિશાળકાય માદા ડુક્કર ચર્ચાનો વિષય બની છે. જેનું નામ લિલિકા છે. 

દુકાનદારે કર્યો દગો
રોયટર્સના રિપોર્ટ મુજબ જ્યારે રોસએન્જેલાએ લિલિકાને ખરીદી તો તેણે વિચાર્યું હતું કે તે નાનકડી પિગલેટ બનશે. પરંતુ તેને બિલકુલ અંદાજો નહતો કે તેનું વજન આટલું વધી જશે. તેનું કહેવું છે કે દુકાનદારે તેની સાથે દગો કર્યો. તેણે કહ્યું કે હતું કે આ એક નાની પિગલેટ છે. જો કે લિલિકા ખુબ વ્હાલી છે. તેના ભારે ભરખમ વજનથી તેને કોઈ ફરક પડતો નથી. 

— Reuters (@Reuters) December 10, 2021

3 વર્ષની માદા ડુક્કર છે લિલિકા
લિલિકા એક માદા ડુક્કર છે. જે 3 વર્ષની ઉંમરમાં 250 કિલોની થઈ ગઈ છે. તે બ્રાઝિલના પુરવબેમાં રોસએન્જેલા સાથે તેના પાલતુ જાનવરો સાથે ઘરમાં જ રહે છે. લિલિકાનો પોતાનો બેડરૂમ પણ છે જેમાં તે પોતાના ગાદલા પર સૂવે છે. તેના રૂમમાં પંખા પણ છે જે તેને ગરમીથી બચાવે છે. 

લિલિકાને 2.5 લાખમાં પણ ન વેચી
લિલિકાને ખરીદવા માટે ઓફરો પણ આવી રહી છે. પણ રોસએન્જેલાએ તેને ઠુકરાવી. લિલિકાને 2.5 લાખ રૂપિયામાં ખરીદવાની ઓફર પણ આવી હતી. જો કે હવે તો લિલિકા અને રોસએન્જેલાનો સંબંધ ખુબ મજબૂત થઈ ગયો છે. રોસએન્જેલાએ જણાવ્યું કે અનેકવાર લોકો તેને ખખડાવે છે પાગલ પણ કહે છે. પરંતુ તેને લિલિકાનો સાથ ખુબ ગમે છે. તેનું કહેવું છે કે આ પાગલપણું નથી પણ જાનવરો પ્રત્યેનો પ્રેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news