લીબિયામાં વિદેશ મંત્રાલયનાં હેડક્વાર્ટરમાં ISISએ વિસ્ફોટ કર્યો, 3નાં મોત

સરકારી અધિકારીના અનુસાર ઘટના સવારે થઇ જ્યારે વિસ્ફોટકોથી ભરેલી એક કારમાં મંત્રાલયની ઇમારતની પાછળ વિસ્ફોટ થઇ ગયો

લીબિયામાં વિદેશ મંત્રાલયનાં હેડક્વાર્ટરમાં ISISએ વિસ્ફોટ કર્યો, 3નાં મોત

ત્રિપોલી : લીબિયામાં વિદેશ મંત્રાલયના મુખ્યમથકમાં મંગળવારે થયેલા આતંકવાદી હૂમલામાં 3 લોકોનાં મોતની પૃષ્ટી થઇ છે. જ્યારે 10થી વદારે લોકો ઘાયલ થયા હોવાનું જણાવાઇ રહ્યા છે. સરકારી અધિકારીના અનુસાર ઘટના સવારે થઇ જ્યારે વિસ્ફોટકોથી ભરેલી એક ગાડીમાં મંત્રાલયની ઇમારતની પાછળ એક વિસ્ફોટ થઇ ગયો. 

બંધુકધારીઓએ ચારેય તરફથી ઇમારત ઘેરી
અધિકારીએ કહ્યું કે, ત્યાર બાદ બંદુકધારીઓનું એક જુથ ઇમારતની સામે તથા પાછળથી ઇમારતમાં ઘુસી ગયા અને સુરક્ષાદળોની સાથે ભારે ગોળીબાર ચાલુ થઇ ગઇ. મૃત્યુપામેલો એક વ્યક્તિ મંત્રાલયનો કર્મચારી હતો.

મુખ્ય ઇમારતમાં થયો જોરદાર વિસ્ફોટ
આ ઉપરાંત મુખ્ય ઇમારતમાં એક જોરદાર વિસ્ફોટ પણ થયો. જેના કારણે ત્યાં આગ લાગી ગઇ. વિદેશ મંત્રાલયે હૂમલાની નિંદા કરી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે આતંકવાદની વિરુદ્ધ લીબિયાનું સમર્થન કરવા માટેની અપીલ કરી છે. 

ઇસ્લામીક સ્ટેટએ જવાબદારી સ્વિકારી
લીબિયાનાં વિદેશ મંત્રાલયનાં હેડક્વાર્ટર પર થયેલા આ હૂમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા સ્વિકારવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇએસઆઇએશ લીબિયામાં પણ ધીરે ધીરે પોતાનો વ્યાપ વધારી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news