જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ

મોદી સરકારનાં જજોની નિયુક્તિ માટે અખિલ ભારતીય ન્યાયીક સેવાનાં પક્ષમાં છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંઘ લોક સેવા પંચના માધ્યમથી એન્ટરન્સ એક્ઝામ દ્વારા ન્યાયીક સેવાઓમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (SC-ST) માટે અનામતની વ્યવસ્થા થઇ શકે છે. લખનઉમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કોર્ટમાં આ તબક્કાનું પ્રતિનિધિત્વ વધારવાનાં દ્રષ્ટીકોણથી આ વાત કરી છે. 
જજીસની નિયુક્તિમાં SC-STને અનામત્ત આપવા અંગે સરકારની વિચારણા: પ્રસાદ

નવી દિલ્હી : મોદી સરકારનાં જજોની નિયુક્તિ માટે અખિલ ભારતીય ન્યાયીક સેવાનાં પક્ષમાં છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સંઘ લોક સેવા પંચના માધ્યમથી એન્ટરન્સ એક્ઝામ દ્વારા ન્યાયીક સેવાઓમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (SC-ST) માટે અનામતની વ્યવસ્થા થઇ શકે છે. લખનઉમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદના કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે કોર્ટમાં આ તબક્કાનું પ્રતિનિધિત્વ વધારવાનાં દ્રષ્ટીકોણથી આ વાત કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નિચલી કોર્ટમાં પ્રવેશ માટે પરિક્ષા આધારિત અખિલ ભારતીય ન્યાયીક સેવા બનાવવાનાં મુદ્દે વિવાદ થઇ ચુક્યો છે. પોતાની વાતને સ્પષ્ટ કરતા રવિશંકર પ્રસાદે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, યુપીએસસી દ્વારા ન્યાયિક સેવાઓની પરીક્ષા સિવિલ સેવાઓની જેવી જ પદ્ધતીથી લેવાઇ શકે છે, જ્યાં એસસી અને એસટી માટે અનામતની વ્યવસ્થા હોય છે. તેમાં પસંદગી પામેલા લોકોને રાજ્યમાં મોકલવામાં આવી શકે છે. અનામતનાં કારણે વંચિત તબક્કાને પણ તક મળી શકે છે અને આગળ જતા તેઓ ઉચ્ચ પદ પર પહોંચી શકે છે. 

જો કે રવિશંકર પ્રસાદે અન્ય પછાત વર્ગ (OBCs)ના અનામત્તનો ઉલ્લેખ નહોતો કર્યો. મંડળ કમિશનની ભલામણોને લાગુ કરાવવા માટે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અનુસાર જોઇએ તો સિવિલ સર્વિસની યુપીએસસી મોડેલની જેમ જ ઓબીસી માટે અહીં પણ અનામતનું પ્રાવધાન હશે. જો કે પ્રસાદે કહ્યું કે, ન્યાયીક સેવાઓનાં કારણે આપણી લો સ્કૂલોમાં ટેલેન્ટ પણ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ લેવપર પર જુડિશ્યિયલ ઓફીસર સ્વરૂપે સામે આવશે. એડીજે અને ડિસ્ટ્રિક્ટ જજ સ્વરૂપે તેઓ આપણી ન્યાયિક વ્યવસ્થાને વધારે ઝડપી અને કુશળ બનાવવામાં મદદ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news