BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ

ખુબ જ ચર્ચિત અમદાવાદના બીએમડબલ્યુ કેસનો આરોપી વિસ્મય શાહ હવે દારૂની મહેફીલ માણતો પકડાયો. આ મહેફીલમાં તેની પત્ની અને અન્ય લોકો પણ સામેલ હતાં. 

BMW કેસનો આરોપી વિસ્મય શાહ દારૂની મહેફીલ માણતો પકડાયો, પત્ની સહિત 6 લોકોની ધરપકડ

જાવેદ સૈયદ, અમદાવાદ: ખુબ જ ચર્ચિત અમદાવાદના બીએમડબલ્યુ કેસનો આરોપી વિસ્મય શાહ હવે દારૂની મહેફીલ માણતો પકડાયો. આ મહેફીલમાં તેની પત્ની અને અન્ય લોકો પણ સામેલ હતાં. પોલીસે વિસ્મય શાહ, ચિન્મય શાહ અને વિસ્મયની પત્ની સહિત 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા લોકોમાં બે મહિલા અને ચાર યુવકો સામેલ છે. 

મળતી માહિતી મુજબ વિસ્મય શાહ અડાલજ પાસેના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો છે. ગાંધીનગર એલસીબીએ દરોડા પાડીને તેને ઝડપી લીધો. વિસ્મય તેની પત્ની અને અન્ય લોકો સાથે બાલાજી કુટીરમાં દારૂની મહેફીલ માણી રહ્યો હતો. 

ગાંધીનગર એલસીબીએ ઝડપેલા આરોપીઓના નામની યાદી 

01:- વિષ્મય શાહ 
02:- પૂજા પટેલ (વિસ્મય પત્ની)
03:-મંથન ગણાત્રા 
04:-નિમા બૂચ 
05:-ચિન્મય પટેલ 
06:- હર્ષિદ મજમૂદાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news