World Most Expensive Soap: સોના અને હીરાના પાવડરથી બન્યો છે આ સાબુ, આ સાબુની કિંમતમાં ખરીદી શકો છો નવી કાર

એવામાં જો કોઇ તમને એમ કહે કે દુનિયામાં એક સાબુ (World Most Expensive Soap) એવો પણ છે, જેની કિંમત હજારો નહી પરંતુ 2 લાખ રૂપિયા છે. 

World Most Expensive Soap: સોના અને હીરાના પાવડરથી બન્યો છે આ સાબુ, આ સાબુની કિંમતમાં ખરીદી શકો છો નવી કાર

નવી દિલ્હી: તમે બધા દરરોજ ઘરમાં કોઇને કોઇ સાબુ વડે સ્નાન કરતા હશો. આ સાબુ 15 થી માંડીને 40-50 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. 

2 લાખ રૂપિયા છે સાબુની કિંમત
એવામાં જો કોઇ તમને એમ કહે કે દુનિયામાં એક સાબુ (World Most Expensive Soap) એવો પણ છે, જેની કિંમત હજારો નહી પરંતુ 2 લાખ રૂપિયા છે. તો તમારું રિએક્શન કેવું હશે. સાબુની કિંમત જાણીને તમે નિશ્વિતપણે ચોંકી જશે પરંતુ આ સત્ય છે. 

લેબનાનનો પરિવાર બનાવે છે
બીબીસીના રિપોર્ટ અનુસાર લેબનાન (Lebanon) ના ત્રિપોલી (Tripoli) માં આ સાબુ બનાવવામાં આવે છે. આ સાબુને બશર હસન એન્ડ સન્સ (Bader Hassen & Sons) નો પરિવાર બનાવે છે. બન્યા બાદ સાબુને The Khan Al Saboun નામથી વેચવામાં આવે છે. આ પરિવાર લક્સરી સોપથી માંડીને સ્કિનકેર પ્રોડક્ટ સુધી વેચે છે. જેમાં શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.  

સોનું અને હીરાના પાવડરનો ઉપયોગ
આ સાબુને બનાવવામાં 17 ગ્રામ સાચા સોનાના પાવડરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કેટલાક ગ્રામ હીરાના પાવડર, થોડું જૈતૂનનું તેલ, ઓર્ગેનિક હની અને ખજૂરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોના અને હીરાના પાવડરના ઉપયોગના લીધે આ દુનિયાનો સૌથી મોંઘો સાબુ (World Most Expensive Soap) બની જાય છે. આ સાબુનની હાલની કિંમત 2,800 ડોલર એટલે 2 લાખ રૂપિયાથી વધુ છે. 

પરિવારનો દાવો છે કે આ સાબુ (World Most Expensive Soap) થી માણસને આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળે છે. જોકે આ દાવાની હજુ પુષ્ટિ થઇ નથી. ઘણી સેલિબ્રિટી અને અરબી વ્યાપરી આ સાબુના ખાસ ખરીદાર છે. ખાસકરીને દુબઇમાં રહેનાર મોટી વ્યક્તિઓ સાથે આ સાબુ માટે ઓર્ડર આવતા રહે છે. હાલ આ સ્પષ્ટ નથી કે સામાન્ય લોકો પણ ઓર્ડર આપીને આ સાબુને મંગાવી શકે છે કે નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news