Kabul એરપોર્ટ પર ફરી રોકેટ છોડવામાં આવ્યા, શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે
અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે રોકેટ છોડવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવ્યું છે અને રોકેટ હુમલો કરાયો છે. અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રોકેટ ખુર્શીદ પ્રાઈવેટ યુનિવર્સિટી પાસે છોડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રોકેટ કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે છોડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી.
Afghanistan: As many as five rockets were fired at Kabul airport but were intercepted by a missile defense system, reports Reuters quoting a US official
— ANI (@ANI) August 30, 2021
સૂત્રોના જણાવ્યાં મુજબ કાબુલ એરપોર્ટ પર લાગેલી એર ડિફેન્સ સિસ્ટમે રોકેટ હુમલાને નિષ્ફળ કર્યો અને રોકેટને હવામાં જ તોડી પાડ્યા. અમેરિકાએ આ એરપોર્ટની સુરક્ષા માટે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ લગાવી રાખી છે. તાજો રોકેટ હુમલો લાબ જાર ખેરખાના ચાર રસ્તા પાસે થયો છે. આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો કે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને આઈએસઆઈએસના આતંકીઓની કારને નિશાન બનાવી હતી.
આ આતંકી આત્મઘાતી બોમ્બ હુમલાખોર હતા જે કાબુલ એરપોર્ટને નિશાન બનાવવા માંગતા હતા. આ હુમલામાં અનેક આતંકીઓ ઉપરાંત 9 સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક જ પરિવારના 6 બાળકો પણ સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે