Rajkot: જન્માષ્ટમીના દિવસે રેલવેની ભેટ, રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

જન્માષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રવાસીઓને રેલવેએ મોટી ભેટ આપી છે. રેલવેના આ નિર્ણયથી સોમનાથ અને દ્વારકા દર્શને જતા યાત્રીકોને ફાયદો થશે. 

Rajkot: જન્માષ્ટમીના દિવસે રેલવેની ભેટ, રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

ગૌરવ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્રવાસીઓને જન્માષ્ટમીના દિવસે રેલવે તંત્રએ મોટી ભેટ આપી છે. રાજકોટથી દ્વારકા જતા યાત્રીકોની સુવિધા માટે રાજકોટ-ઓખા નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. રાજકોટથી દ્વારકા દર્શન માટે દર્શન માટે જતા યાત્રીકોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રેલવે દ્વારા પોરબંદર-સોમનાથ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોરોનાને કારણે બંધ હતી ટ્રેન
મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક ટ્રેન બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે રેલવેએ પોતાની સેવાઓ શરૂ કરી છે. જેથી દ્વારકા જતા યાત્રીકો માટે રાજકોટ-ઓખા ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન અને પોરબંદર-સોમનાથ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news