અમેરિકી રાષ્ટ્રપતિને આ શું થઈ ગયું? જો બાઈડેનનો આ Video જોઈને દુનિયા થઈ અચંબિત

Joe Biden Viral Video: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દુનિયા ચોંકી ગઈ છે. વીડિયોમાં જો બાઈડેન રસ્તો ભૂલી જતા જોવા મળ્યા. તેમના એવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે જેમાં તેઓ આમ તેમ ભટકી રહ્યા છે અને તેમને કોઈને કોઈ સંભાળી રહ્યું છે.

અમેરિકી રાષ્ટ્રપતિને આ શું થઈ ગયું? જો બાઈડેનનો આ Video જોઈને દુનિયા થઈ અચંબિત

Joe Biden Viral Video: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને દુનિયા ચોંકી ગઈ છે. વીડિયોમાં જો બાઈડેન રસ્તો ભૂલી જતા જોવા મળ્યા. તેમના એવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે જેમાં તેઓ આમ તેમ ભટકી રહ્યા છે અને તેમને કોઈને કોઈ સંભાળી રહ્યું છે. જી7 સમિટમાં સામેલ થવા માટે પીએમ મોદી પણ રવાના થઈ ચૂક્યા છે. તેમની મુલાકાત ઈટલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની સાથે પણ થશે પરંતુ તે પહેલા ત્યાં પહોંચેલા અનેક વર્લ્ડ લીડરનું મેલોનીએ સ્વાગત કર્યું. એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દરેક હક્કાબક્કા થઈ ગયા. આ વીડિયો અમેરિકી રાષ્ટ્રપતિનો છે. 

જો બાઈડેનનો વાયરલ થયો વીડિયો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આ વીડિયોમાં જી7 બ્લોકના પ્રમુખ નેતાઓની એક મીટિંગથી દૂર જતા જોવા મળ્યા. અત્રે જણાવવાનું કે હાલ ગ્રુપ ઓફ સેવન (G7) શિખર સંમેલન ઈટલીમાં આયોજિત થયું છે. વાયરલ વીડિયોમાં બાઈડેન બધા ઊભા છે ત્યાં અચાનક ડાબી બાજુ વળી જાય છે અને વર્લ્ડ લીડર્સના ગ્રુપથી દૂર બીજી બાજુ જવા લાગે છે. જેવા ઈટાલિયન પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની તેમને જુએ છે કે તરત જ તેઓ બાઈડેનની નજીક જાય છે અને તેમને પાછા લાવવા માટે માર્ગદર્શન કરે છે. હાલ આ વીડિયો જેવો સામે આવ્યો કે દુનિયાભરમાં ચર્ચાનું પાત્ર  બન્યો છે. 

Italian Prime Minister Giorgia Meloni was seen grabbing Biden to bring him back to the group.

This wasn't the only awkward encounter between the two. Biden was caught on… pic.twitter.com/xf8NizIVgH

— Collin Rugg (@CollinRugg) June 13, 2024

અનેક દિગ્ગજ નેતાઓ ઈટલીમાં
ઈટાલિયન પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની સહિત બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક, કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો, ફેન્ચ પ્રધાનમંત્રી ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુરોપીયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન જેવા અનેક પ્રમુખ જી7 નેતાઓ વીડિયોમાં એક સાથે એક જગ્યાએ ઊભેલા જોવા મળે છે. જ્યારે બાઈડેન તેમનાથી દૂર જતા જોવા મળે છે. જેના પર અનેક યૂઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી. એક્સ પર શેર કરાયેલા આ વીડિયો પર એક યૂઝરે લખ્યું કે આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન બાબુને શું થઈ ગયું છે. આવા અનેક કમેન્ટ્સ જોવા મળ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news