ભારતીયોમાં લોકપ્રિય થઈ રહી છે બાઇડેન-કમલાની જોડી, અંતિમ ડીબેટ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો

ભારતીયોનું કહેવું છે કે અમારે એવા રાષ્ટ્રપતિ જોઈએ જે ભારતની આલોચના કરવાની જગ્યાએ અમારી વાસ્તવિક સમસ્યાઓને સમજી શકે. 

ભારતીયોમાં લોકપ્રિય થઈ રહી છે બાઇડેન-કમલાની જોડી, અંતિમ ડીબેટ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો

વોશિંગટનઃ અમેરિકામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણીવાર ભારતની ટીકા કરવાથી ભારતીય-અમેરિકી નાગરિકો વચ્ચે ટ્રમ્પ આલોચનાના વિષય બની રહ્યા છે. કેટલાકે તો ટ્રમ્સને ભારતનો સત્રુ ગણાવી દીધો છે. ભારતીયો વચ્ચે ડેમોક્રેટ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની જોડી સારી લોકપ્રિયતા હાસિલ કરી રહી છે. 

ફાઇનલ ડીબેટ જોનારાની સંખ્યા ઘટી
ભારતીયોનું કહેવું છે કે અમારે એવા રાષ્ટ્રપતિ જોઈએ જે ભારતની આલોચના કરવાની જગ્યાએ અમારી વાસ્તવિક સમસ્યાઓને સમજી શકે. ચાર વર્ષના ટ્રમ્પ શાસનમાં જોવા મળ્યું છે કે અમારી આગામી પેઢી માટે પહેલા જેવી તકો નથી. આ વચ્ચે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુરૂવારે થયેલ ફાઇનલ ડીબેટની તુલનામાં ઓછી સંખ્યા રહી છે. નીલસન કંપની અનુસાર પ્રથમ ડીબેટની તુલનામાં દસ લાખ દર્શકોનો ઘટાડો નોંધાયો છે. 

બાઇડેનને આપ્યું ફ્રી વેક્સિન આપવાનું વચન
નીલસને જણાવ્યું કે, આ વખતે 63 લાખ અમેરિકી નાગરિકોએ ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે થયેલી અંતિમ ડીબેટ જોઈ. આ સંખ્યા 15 નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવી હતી. આ વચ્ચે અમેરિકી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટ ઉમેદવાર બાઇડેને જાહેરાત કરી છે કે જો તેઓ ચૂંટાયા તો દેશના દરેક નાગરિકને ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. 

જમ્મુ-કાશ્મીર પર ષડયંત્રનો નવો આધાર બની રહ્યું છે તુર્કી, પાકિસ્તાનને સોંપ્યા આ હથિયાર

ટ્રમ્પની યોજનાઓને ગણાવી નિષ્ફળ
પોતાના ગૃહરાજ્ય ડેલાવેયરમાં ચૂંટણી પ્રચાર કરતા બાઇડેને કોરોના સામે લડવાની ટ્રમ્પની યોજનાઓને નિષ્ફળ ગણાવી છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે અમેરિકીઓને કોરોનામાં જીવતા નહીં મરતા શીખવાડ્યું છે. એકવાર  સુરક્ષિત અને પ્રભાવી વેક્સિન બની જાય, ત્યારબાદ અમેરિકાના નાગરિકોને ફ્રીમાં આપવામાં આવશે. 

હેરિસે લગાવ્યો ટ્રમ્પ પર રંગભેદી હોવાનો આરોપ
ઉપરાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસે રિપબ્લિકન રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર રંગભેદી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર પણ આ ભાવના હેઠળ સવાલ ઉઠાવ્યા હતા. કમલાએ જોર્જિયામાં એક જનસભામાં બોલતા કહ્યું કે, જનતા મને પૂછે છે કે ટ્રમ્પ રંગભેદી છે, મારો સીધો ઉતર હોય છે હા. હવે દેશને એક એવા રાષ્ટ્રપતિ જોઈએ જે સિસ્ટમના સત્યનો સ્વીકાર કરી સમાજની તે ગંભીર સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news