'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ હવે પોલીસ વિભાગમાં બજાવશે ફરજ, રાજ્ય સરકારે કરી નિમણૂક

એથલેટિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાતને ગૌરવ અપાવનાર દોડવીર સરિતા ગાયવકાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. 
 

'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ હવે પોલીસ વિભાગમાં બજાવશે ફરજ, રાજ્ય સરકારે કરી નિમણૂક

ગાંધીનગરઃ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને સરિતાને અભિનંદન આપ્યા છે. 

— Pradipsinh Jadeja (@PradipsinhGuj) October 24, 2020

પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ ટ્વીટ
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પોતાના ટ્વીટમાં લખ્યુ- 'ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી  ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news