પૈસા ફેંક તમાશા દેખ, જેફ બેઝોસની સુપરબોટ માટે તોડવામાં આવશે 144 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ

દુનિયાના બીજા સૌથી મોટા પૈસાદાર જેફ બેઝોસની 43 કરોડ યૂરોની આલિશાન બોટને રસ્તો આપવા માટે નેધરલેન્ડ 144 વર્ષ જૂના બ્રિજને હટાવવા માટે તૈયાર છે. આ ખૂબસૂરત બ્રિજને 1878માં બનાવવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ તેના પર બોમ્બ વર્ષા કરી હતી અને તેને ફરીવાર બનાવવામાં આવ્યો હતો.

પૈસા ફેંક તમાશા દેખ, જેફ બેઝોસની સુપરબોટ માટે તોડવામાં આવશે 144 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ

ન્યૂયોર્ક: પૈસાના દમ પર દુનિયામાં ગમે તે ભૌતિક સુખ મેળવી શકાય છે. આ વાત ફરી એકવાર સાબિત થયું છે. દુનિયાના બીજા સૌથી મોટા પૈસાદાર અને દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની 43 કરોડ યૂરોની આલિશાન હોડીને રસ્તો આપવા માટે નેધરલેન્ડ 144 વર્ષ જૂના બ્રિજને હટાવવા માટે તૈયાર છે. આ ખૂબસૂરત બ્રિજને 1878માં બનાવવામાં આવ્યું હતું. બેઝોસ પોતે તેનો ખર્ચ આપી રહ્યા છે.

144 વર્ષ જૂનો ઐતિહાસિક બ્રિજ ઈતિહાસ બનશે:
બુધવારે નેધરલેન્ડના કિનારાના શહેર રોટરડમની સ્થાનિક સરકારે ખુલાસો કર્યો છે કે બેઝોસની 43 કરોડ યૂરોની આલિશાન બોટને રસ્તો આપવા માટે 144 વર્ષ જૂના  Koningshaven Bridgeનો એક ભાગ પાડી દેવામાં આવશે. આ ખૂબસૂરત બ્રિજને 1878માં બનાવવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ તેના પર બોમ્બ વર્ષા કરી હતી અને તેને ફરીવાર બનાવવામાં આવ્યો હતો.

બેઝોસ તમામ ખર્ચ ચૂકવશે:
યૂરોપીય મીડિયાના જણાવ્યા પ્રમાણે બેઝોસની આલિશાન બોટ રોટરડમની નજીક Alblasserdamમાં તૈયાર થઈ રહી છે. શિપયાર્ડ બિલ્ડિંગે લોકલ કાઉન્સિલને આ બ્રિજની નીચેના ભાગને હટાવવાનું કહ્યું હતું. જેથી બેઝોસની બોટ ત્યાંથી પસાર થઈ શકે. રોટરડમના મેયરના એક પ્રવક્તાએ કહ્યું કે બ્રિજને તોડવાનું બિલ બેઝોસ આપી રહ્યા છે.

No description available.
40 મીટર ઉંચી સુપરબોટ માટે એકમાત્ર રસ્તો:
પ્રવક્તાએ કહ્યું કે આ ઐતિહાસિક બ્રિજમાં ફેરફાર કરવાનો નિર્ણય એટલા માટે કરવો પડ્યો. કેમ કે બેઝોસની બોટને સમુદ્રમાં ઉતારવાનો આ એક રસ્તો છે. સ્થાનિક મીડિયાના મતે બેઝોસની 40 મીટર ઉંચી સુપરબોટને રસ્તો આપવા માટે બ્રિજની વચ્ચેનો ભાગ દૂર કરવામાં આવશે. આ કામ ગરમીમાં શરૂ થશે અને તેમાં કેટલાંક અઠવાડિયા લાગશે.

લોકોમાં ભારે આક્રોશ:
તેને લઈને સ્થાનિક સ્તરે લોકોમાં આક્રોશ પણ જોવામાં આવી રહ્યો છે. 2017માં આ બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારે લોકલ કાઉન્સિલે વાયદો કર્યો હતો કે તે ક્યારેય પણ આ બ્રિજની સાથે છેડછાડ નહીં કરે. સ્થાનિક સરકાર હવે તેના ફાયદા ગણાવવામાં લાગી છે. તેમનું કહેવું છે કે બેઝોસની સુપરબોટથી લોકોને રોજગાર મળ્યો છે. સાથે જ તેનું કહેવું છે કે બેઝોસની બોટને પસાર થઈ ગયા પછી બ્રિજને ફરીથી બનાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news