NEET PG Exam ને લઈને સરકારનો મોટો નિર્ણય, આશરે 8 સપ્તાહ સુધી ટાળવામાં આવી પરીક્ષા
NEET PG exam 2022: સરકારે જણાવ્યું કે પરીક્ષા 6થી 8 સપ્તાહ સુધી ટાળી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 12 માર્ચે થવાનું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ NEET PG exam ને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે નીટ પીજી 2022ની પરીક્ષાને ટાળી દેવામાં આવી છે. સરકારે કહ્યું કે, પરીક્ષાને 6થી 8 સપ્તાહ માટે ટાળવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 12 માર્ચે થવાનું હતું.
NBE દ્વારા કારણ કે આ NEET PG 2021 કાઉન્સેલિંગની સાથે સંઘર્ષ કરી રહી હતી. આ સિવાય ઘણા ઈન્ટરર્ન મે/2022 ના મહિના સુધી PG કાઉન્સેલિંગ 2022માં ભાગ નહીં લઈ શકે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉપરના તથ્યોને ધ્યાનમાં રાખતા મંત્રીએ નીટ પીજી 2022 ને 6-8 સપ્તાહ કે યોગ્ય રીતે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
સુપ્રીમ કોર્ટમાં થવાની છે સુનાવણી
મહત્વનું છે કે નીટ પીજી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ આજે સુનાવણી થવાની હતી. ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે નીટ પરીક્ષાને હાલ ટાળી દેવી જોઈએ. આ અરજી પર જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ સુનાવણી કરવાની હતી. અરજીકર્તાઓએ પોતાની અરજીમાં મેડિકલ ઇન્ટર્નશિપનો હવાલો આપ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ પૂરી થઈ નથી. તેનું કહેવું છે કે એક સાથે બે બેચને કઈ રીતે સીટ ઉપલબ્ધ કરાવી શકાય છે. તેથી 12 માર્ચે પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય નથી.
Union Health Ministry postpones NEET PG exam 2022 by 6-8 weeks
The exam was scheduled to be held on March 12 pic.twitter.com/MPpisjbvvx
— ANI (@ANI) February 4, 2022
મહત્વનું છે કે લાંબા આંદોલન અને પ્રદર્શન બાદ નીટ પીજીની કાઉન્સેલિંગ શરૂ થઈ હતી. આ પાછલા વર્ષના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ છે, જેને વારંવાર ટાળવામાં આવતું હતું. તેને લઈને રેસિડેન્ટ ડોક્ટરોએ દિવસો સુધી હડતાળ કરી અને માર્ચ કાઝી હતી. ત્યારબાદ હવે કાઉન્સેલિંગ શરૂ થઈ થઈ શક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે