UAE માં બન્યો અનોખો રેકોર્ડ, લગ્નના બીજા દિવસે થયા પતિ-પત્નીના છુટાછેડા

યુએઈના ન્યાય મંત્રાલય (MoJ) દ્વારા જાહેર આંકડા અનુસાર આ કેસ 2021માં સંયુક્ત અરબ અમીરાતમાં નોંધાયેલા 648 છુટાછેડામાંથી એક છે. આંકડાથી ખ્યાલ આવે છે કે તેમાંથી 311 તલાકના કેસ અમીરાતના સ્થાનીક કપલના છે. 
 

UAE માં બન્યો અનોખો રેકોર્ડ, લગ્નના બીજા દિવસે થયા પતિ-પત્નીના છુટાછેડા

અબુધાબીઃ લગ્નના બંધનમાં બંધાતા સમયે કપલ એકબીજાની સાથે સાત જન્મો સુધી સાથ આપવાનું વનચ આપતા હોય છે, પરંતુ સંયુક્ત અરબ અમીરાતમાં છુટાછેડાનો અનોખો મામલો સામે આવ્યો છે. લગ્નના બંધનમાં બંધાયાના એક દિવસ બાદ બંનેના તલાક થઈ ગયા. તે યુએઈના ઈતિહાસમાં સૌથી નાના લગ્ન છે. તો એક પ્રવાસી કપલ જે 47 વર્ષ બાદ અલગ થયું, જે સૌથી લાંબા નોંધાયેલા લગ્ન છે. 

યુએઈના ન્યાય મંત્રાલય (MoJ) દ્વારા જાહેર આંકડા અનુસાર આ કેસ 2021માં સંયુક્ત અરબ અમીરાતમાં નોંધાયેલા 648 છુટાછેડામાંથી એક છે. આંકડાથી ખ્યાલ આવે છે કે તેમાંથી 311 તલાકના કેસ અમીરાતના સ્થાનીક કપલના છે. તો 194 કેસ પ્રવાસીઓના છે.  MoJ અનુસાર પાછલા વર્ષ દરમિયાન અમીરાતમાં રજીસ્ટર્ડ લગ્નની કુલ સંખ્યા 4542 હતી.

લગ્નના 47 વર્ષ બાદ એક કપલે આપી તલાકની અરજી
અધિકારીઓએ કહ્યું કે, તેમાંથી કેટલાક લગ્ન એક દિવસથી લઈને 15 દિવસ સુધી ચાલ્યા કારણ કે કપલે લગ્નના એક મહિના પહેલા વિવિધ કારણોને લીધે તલાકની અરજી આપી. અધિકારીઓએ કહ્યું કે તલાકના તેવા પણ કેસ આવ્યા જ્યાં કપલે અલગ થતાં પહેલા સાથે ઘણા વર્ષો પસાર કર્યા હતા. તેમાંથી એક પ્રવાસી કપલ પણ સામેલ હતું, જેણે લગ્નના 47 વર્ષ બાદ છુટાછેડાની અરજી આપી હતી. તો અન્ય કપલે 30 વર્ષ કરતા વધુ સમય સુધી લગ્નના બંધનમાં રહ્યા બાદ તલાક લીધા છે. 

તલાકનું શું છે કારણ?
UAE માં કૌટુંબિક સલાહકારો અને મનોવૈજ્ઞાનિકોએ UAE માં વહેલા છુટાછેડાના મુખ્ય કારણો તરીકે બેવફાઈ અથવા લગ્નેતર સંબંધો, પ્રતિબદ્ધતાનો અભાવ, શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર, સોશિયલ મીડિયા અને જીવનસાથીમાંથી કોઈ એક દ્વારા જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળતાને ટાંક્યું છે.

એડવાન્સ ક્યોરની સાથે કામ કરી રહેલ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ ડો. ડોલી હબલે પહેલા ખલીઝ ટાઇમ્સને જણાવ્યું હતું કે લગ્ન અને જવાબદારી પ્રત્યે પ્રતિબદ્ધતાની કમીને કારણે ઘણા લગ્ન તલાકની સાથે ખતમ થઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news