સ્પેસની સેર પર નીકળેલા અબજપતિએ શેર કરેલો આ PHOTO થયો ખુબ વાયરલ, જાણો શું છે ખાસિયત

. હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઈસાકમેન (Jared Isaacman) એ એક એવો ફોટો શેર કર્યો કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

સ્પેસની સેર પર નીકળેલા અબજપતિએ શેર કરેલો આ PHOTO થયો ખુબ વાયરલ, જાણો શું છે ખાસિયત

Earth Pic shot on iPhone: તમે મોંઘા મોંઘા કેમેરાથી અંતરિક્ષથી પૃથ્વીની અનેક તસવીરો જોઈ હશે. પરંતુ શું તમે વિચાર્યું છે કે એક સ્માર્ટફોનથી પૃથ્વની કેવી તસવીરો લઈ શકાય. હાલમાં જ અંતરિક્ષમાં ગયેલા અબજપતિ જેરેડ ઈસાકમેન (Jared Isaacman) એ એક એવો ફોટો શેર કર્યો કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

સ્પેસએક્સ ઈન્સ્પાઈરેશન 4 (SpaceX's Inspiration4) સાથે પહેલા નાગરિક મિશન હેઠળ અંતરિક્ષમાં ગયેલા મિશન કમાન્ડર જેરેડ ઈસાકમેને પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર પૃથ્વની એક તસવીર શેર કરી છે જે તેમણે પોતાના આઈફોનથી શૂટ કરી છે. 

શેર કરી iPhone થી તસવીર
ઈસાકમેને ફોટો શેર કરી ટ્વીટમાં કહ્યું કે આશ્ચર્યજનકછે કે એક આઈફોન આ પ્રકારના શોટ લઈ શકે છે. ઈસાકમેને આ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે જેના અંગે તેમણે જણાવ્યું છે કે આ ઉડાણ દરમિયાન તેમણે iPhone પર શૂટ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અને તેમના સાથી ખુબ ભાગ્યશાળી હતા કે તેમણે આ અનુભવ કર્યો અને તેઓ પોતાના આ અનુભવને દુનિયા સાથે શેર કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશે. 

આ લોકો ગયા હતા અંતરિક્ષમાં
આ સ્પેસએક્સ (SpaceX)  દ્વારા પહેલું નાગરિક મિશન હતું અને ચાલક  દળમાં એક ચિકત્સક સહાયક હેલે અર્સીનોક્સ (Hayley Arceneaux), એક એરોસ્પેસ ડેટા એન્જિનિયર અને વાયુસેનાના અનુભવી ક્રિસ્ટોફર સેમ્બ્રોસ્કી(Christopher Sembroski) તથા એક ભૂવૈજ્ઞાનિક ડો.સિયાન પ્રોક્ટર સામેલ હતા. 

— Jared Isaacman (@rookisaacman) October 3, 2021

જીવન બદલનારો અનુભવ
આ ઉપરાંત Arceneaux એ સ્પેસથી પૃથ્વીનું એક 360 ડિગ્રી વ્યૂ પોસ્ટ કરતા તેને બિલકુલ જીવન બદલનારો અનુભવ ગણાવ્યો. સંપૂર્ણ રીતે ઓટોમેટેડ ડ્રેગન કેપ્સ્યુલમાં આ બધા  અંતરિક્ષમાં 585 કિલોમીટરની ઊંચાઈ પર ગયા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 160 કિમી આગળ પડે છે. ISSI પર ડ્રેગન કેપ્સ્યુલની બારીથી આ મિશનના ચાલક દળને ખુબ રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા. ઈસાકમેને ટ્વિટર પર લખ્યું છે કે અમને અંતરિક્ષ ગમ્યું, પરંતુ પોતાના ઘરમાં રહેવું વધુ સારું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news