PICS: મહિલા બાઈકર પાછળ પાગલ હતા લોકો, હકીકત સામે આવી તો હોશ ઉડ્યા
PHOTOS જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. જે મહિલા બાઈકર પાછળ લોકો ગાંડા હતા તેની સત્ય હકીકત સામે આવતા જ લોકોના હોશ ઉડી ગયા. તમે પણ જુઓ આ તસવીરો.
Trending Photos
જાપાનમાં રહેતી એક વ્યક્તિનો કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં પોતાને વર્ષો સુધી ટ્વિટર પર એક સુંદર યુવતી તરીકે રજુ કર્યા બાદ હવે જ્યારે તેની સત્ય હકીકત સામે આવી તો લોકોના પગ તળે જમીન સરકી ગઈ છે. આવો જાણો સમગ્ર મામલો....
આ યુવતી નહીં પરંતુ યુવક છે
તસવીરમાં જે યુવતી બાઈક પર બેઠી છે તે સુંદર યુવતીની સચ્ચાઈ જાણીને બધા સ્તબ્ધ છે. અસલમાં આ તસવીર કોઈ સુંદર યુવાન યુવતીની નથી પરંતુ 50 વર્ષના માણસની છે.
યુવતી બનીને શેર કરતો હતો તસવીરો
જાપાનમાં રહેતો આ માણસ છેલ્લા કેટલાક વર્ષોથી માઈક્રો બ્લોગિંગ સાઈટ (ટ્વિટર) પર એક્ટિવ છે. વ્યક્તિ યુવતી બનીને પોતાની તસવીરો શેર કરતો રહ્યો.
ફેસ ચેન્જિંગ એપની લેતો હતો મદદ
આ માણસ ફેસ ચેન્જિંગ એપ અને ફોટોશોપની મદદથી પોતાના ચહેરાને યુવતીના ચહેરા સાથે બદલી નાખતો હતો અને પછી @azusagakuyuki નામથી બનાવેલા એકાઉન્ટ પર પોતે શેર કરતો હતો.
ફેન્સને થવા લાગ્યો હતો શક
જો કે તેના ફેન્સે તસવીરોમાં કઈક અસામાન્ય ચીજો નોટિસ કરવાનું શરૂ કરી દીધુ હતુ. જેમાં મર્દાના દેખાતા હેરી (વાળવાળા) હાથ અને એક પુરુષના ચહેરાની વિશેષતાઓ દેખાડતી એક હેર વિગ સામેલ છે.
આવું કેમ કરતો હતો આ માણસ
ડેઈલી મેલના એક રિપોર્ટ મુજબ આ વ્યક્તિનું અસલ નામ Zonggu છે. તે સોશિયલ મીડિયા પર મશહૂર થવા માંગતો હતો જેથી કરીને તેની પોસ્ટને સૌથી વધુ લાઈક્સ મળે.
ઓનલાઈન સેલિબ્રિટીની લાઈફ ગમી ગઈ
આ તસવીરોના દમ પર વ્યક્તિએ 18 હજાર ફોલોઅર્સ બનાવ્યા જે તેના દરેક ફોટા ટ્વીટ અને રિટ્વીટ કરતા રહ્યા. તેણે એક ટીવી શો દરમિયાન કહ્યું કે મે એક ઓનલાઈન સેલિબ્રિટી બનવાનો આનંદ લીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે