ઇવાન્કાએ શેર તરી પીએમ મોદી સાથેની તસવીરો, યાદ કર્યો બે વર્ષ પહેલાનો પ્રવાસ


ભારતના પ્રવાસ પર બીજીવાર આવતા પહેલા ઇવાન્કા ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પીએમ મોદીની સાથે કેટલિક તસવીરો શેર કરી છે. 


 

ઇવાન્કાએ શેર તરી પીએમ મોદી સાથેની તસવીરો, યાદ કર્યો બે વર્ષ પહેલાનો પ્રવાસ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસીય યાત્રા પર સોમવારે અમદાવાદ પહોંચશે. આ પ્રવાસ પર તેમની પત્ની મેલાનિયાની સાથે પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ હશે. રાષ્ટ્રપતિની સાથે એક મોટું પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે, જે દ્વિપક્ષીય વાર્તામાં સામેલ થશે. તેઓ સોમવારે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આગરા જશે અને ત્યાંથી મોડી સાંજે દિલ્હી માટે રવાના થશે. 

ડોનાલ્ડ ટ્રમ્પની આ યાત્રાને લઈને ત્રણેય રાજ્યોમાં સ્વાગતની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. તેવામાં ભારત આવવાના એક દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે પોતાના ટ્વીટર પર વડાપ્રધાન મોદી સાથેની ઘણી તસવીર શેર કરી છે. 

ઇવાન્કાએ ખુશી વ્યક્ત કરતા લખ્યું, હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં નરેન્દ્ર મોદીની સાથે સામેલ થયાના બે વર્ષ બાદ હું ફરી ભારત આવી રહી છું. તેણે લખ્યું કે, વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રની વચ્ચે દોસ્તીનો જશ્ન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની સાથે ભારત આવવા પર સન્માનિત છું.

— Ivanka Trump (@IvankaTrump) February 23, 2020

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ સૌથી પહેલા 2017માં ભારત આવી હતી. ત્યારે ઇવાન્કાએ હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં હાજરી આપી હતી. પરંતુ ઇવાન્કા પ્રથમવાર પોતાના પિતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતના પ્રવાસે આવી રહી છે. 

તો ઇવાન્કાના પતિ જેરેડ પણ સાથે હશે. આ પ્રથમ ઘટના છે જ્યારે પૂરો ટ્રમ્પ પરિવાર કોઈ દેશની સત્તાવાર યાત્રાએ એક સાથે આવી રહ્યો છે. આ પ્રવાસને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ ઉત્સાહિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news